વિરોધ પ્રદર્શન/ મથુરામાં બાંકે બિહારી મંદિરના કોરિડોરનો સખ્ત વિરોધ,જાણો શું છે માંગ…

ઉત્તરપ્રદેશમાં, મથુરાના વૃંદાવનમાં બાંકે બિહાર મંદિરની આસપાસ કોરિડોર બનાવવાના યોગી આદિત્યનાથ સરકારના પ્રસ્તાવનો ભારે વિરોધ થઈ રહ્યો છે

Top Stories India
Banke Bihari Temple

Banke Bihari Temple:   ઉત્તરપ્રદેશમાં, મથુરાના વૃંદાવનમાં બાંકે બિહાર મંદિરની આસપાસ કોરિડોર બનાવવાના યોગી આદિત્યનાથ સરકારના પ્રસ્તાવનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે પૂજારીઓ, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ બાંકે બિહારી મંદિરની આસપાસ સૂચિત કોરિડોરના નિર્માણ સામે તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું હતું અને કોરિડોરની સૂચિત ડિઝાઇનની નકલો બાળીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

એટલું જ નહીં, વિરોધ કરી રહેલા લોકોએ (Banke Bihari Temple) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોહીથી લખેલા 108 પત્રો પણ મોકલીને કોરિડોરનું નિર્માણ રોકવા અને વૃંદાવનની ધરોહર બચાવવાની અપીલ કરી હતી.સમાચાર એજન્સી અનુસાર, બાંકે બિહારી મંદિર પાસે વિરોધ પ્રદર્શનને કારણે મંગળવારે સતત ત્રીજા દિવસે બજાર બંધ રહ્યું હતું. બાંકે બિહારી ટ્રેડર્સ યુનિયનના પ્રમુખ અમિત ગૌતમે કહ્યું કે એક તરફ અમે સુપ્રીમ કોર્ટ પાસે આ મામલાના ઉકેલની માંગ કરી રહ્યા છીએ, તો બીજી તરફ આંદોલન પણ ઉગ્ર બન્યું છે. તેમણે કહ્યું કે લોહીથી લખેલા 108 પત્રો પીએમ મોદી અને સીએમ યોગીને મોકલવામાં આવ્યા છે.

ધરણામાં સામેલ 85 વર્ષીય સ્થાનિક રહેવાસી શકુંતલા દેવી ગોસ્વામીએ કહ્યું કે કોરિડોરનું નિર્માણ માત્ર વૃંદાવનની ધરોહર જ નહીં, પરંતુ અમે બેઘર પણ થઈ જઈશું. જ્ઞાનેન્દ્ર કિશોરે કહ્યું કે, જ્યારે અમને બરબાદ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે અમે શાંતિથી કેવી રીતે બેસી શકીએ? અન્ય સ્થાનિક રહેવાસી મેઘ શ્યામએ જણાવ્યું હતું કે, “વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહેલા કોરિડોરનો વિરોધ 12 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને અમે શક્ય તેટલું સમર્થન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

પ્રદર્શનકારીઓએ કહ્યું કે 23 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા પ્રદીપ માથુરે કહ્યું કે તેમની પાર્ટી આ મુદ્દે ચૂપ બેસી નહીં બેસે. માથુરના કહેવા પ્રમાણે, આ કોરિડોરને કારણે 300 પરિવારો બેઘર થઈ જશે, હજારો વેપારીઓ અને તેમના કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ વૃંદાવનના રહેવાસીઓના હિતમાં નથી.

family pension/સરકારી કર્મચારીના મૃત્યુ બાદ એડોપ્ટ કરેલા બાળકને ફેમીલી પેન્શન મળી શકે નહીં : સુપ્રીમ કોર્ટ