ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ તમામ પ્રકારનાં ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અહેવાલો અનુસાર, બિન્નીએ કોચ તરીકેની કારકિર્દી બનાવવા માટે આ નિર્ણય લીધો છે. જો કે બિન્નીનાં નિવૃત્તિનાં એલાન બાદ ફેન્સે તેને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચો – Tokyo Paralympic / ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ
1983 માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ટીમનાં સભ્ય રોજર બિન્નીનાં પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. 37 વર્ષીય બિન્ની 2014 થી 2016 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાયો હતો અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત 2015 આઈસીસી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો. 37 વર્ષીય બિન્નીનાં નામે આજે પણ ભારત માટે વનડેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ છે. ઢાંકામાં બાંગ્લાદેશ સામે 2014 ની વનડેમાં તેણે માત્ર 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. 2014 માં ડેબ્યુ કરનાર બિન્નીએ ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી 459 રન બનાવ્યા અને 24 વિકેટ લીધી છે. તેણે વર્ષ 2016 માં ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બિન્નીએ રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આઈપીએલ પણ રમી હતી. બિન્નીએ IPL માં કુલ 95 મેચ રમી હતી, જેમાં તેણે 880 રન અને 22 વિકેટ નોંધાવી હતી. છેલ્લા બે વર્ષથી આઈપીએલની હરાજીમાં તેને કોઈએ ખરીદ્યો ન હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં બિન્નીએ 95 ફર્સ્ટ ક્લાસ, 100 લિસ્ટ A અને 150 T20 મેચ રમી હતી. જેમાં તેણે અનુક્રમે 4796, 1788 અને 1641 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં 148, 99 અને 73 વિકેટ લીધી.

આ પણ વાંચો – IPL 14 / કોહલીની વિરાટ ટેન્શન દૂર, હવે આ બે ખાલાડી બનશે RCB ની Strength
આપને જણાવી દઇએ કે, નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, બિન્નીએ બીસીસીઆઈને પત્ર લખીને કહ્યું છે કે, ક્રિકેટ મારા લોહીમાં છે અને હું તેનાથી જે મેળવ્યું છે તે પરત કરવાનો પ્રયાસ કરીશ. બિન્નીએ BCCI અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન સહિત તમામ કોચ, કેપ્ટન અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો છે, જેમણે તેમની કારકિર્દીમાં તેમનો સાથ આપ્યો છે. બીજી તરફ સોમવારે સવારે સ્ટુઅર્ટ બિન્નીનાં નિવૃત્તિનાં સમાચાર આવતા જ ચાહકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધુ હતુ. ઘણા યુઝર્સ મયંતી લેંગરને તેની એકમાત્ર સિદ્ધિ ગણાવી રહ્યા છે.

સ્ટુઅર્ટ બિન્ની, તેના પિતાની જેમ, લોઅર મિડલ ઓર્ડરમાં હાર્ડ હિટિંગ બેટ્સમેન અને મધ્યમ ગતિનો સ્વિંગ અને સીમ બોલર હતો. શરૂઆતનાં તબક્કામાં બિન્ની કર્ણાટકની ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ પછી, 2007 માં, તેણે ઇન્ડિયન ક્રિકેટ લીગ માટે સાઇન કર્યું. તે હૈદરાબાદ હીરોઝ અને ઇન્ડિયા ઇલેવન તરફથી રમ્યો હતો.
