Not Set/ દસ સે.મીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી, ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટી સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી કદના બ્રાઉન ટ્યુમર પર સફળ સર્જરી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
gcri

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી કદના બ્રાઉન ટ્યુમર પર સફળ સર્જરી કરવામાં આવી છે.  તો આવો નજર કરીએ સોનેરી સિદ્ધિ પર..

પડકારજનક સર્જરી કરીને ગાંઠને દૂર કરાઈ

ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના અમેઠી ગામમાં રહેતા શોભનાથ ગુપ્તાને જડબામાં નાના ચણાં જેવડી ગાંઠ થઈ હતી. જે ધીરે ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ ગઈ હતી. જુલાઈ 2021ના અંતમાં તેઓ GCRIમાં અમદાવાદ આવ્યા તે પહેલા તેમણે ઉત્તર પ્રદેશની 4-5 હોસ્પિટલ્સમાં ઇલાજ માટે ગયા હતાં. પરંતુ ક્યાંય સંતોષજનક સારવાર થઈ નહોતી. જેથી તેમણે GCRIમાં ટ્યુમરનો સચોટ તાગ મેળવવા માટે સીટી સ્કેન સહિતના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા અને આ પેરા થાઇરોઇડનું ટ્યુમર હોવાનું નિદાન થયા બાદ તેમની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. બ્રાઉન ટ્યુમર હોવાના કારણે દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર સાવ ઘટી ગયું હતું. આ ડોક્ટર્સ માટે એક જટિલ સમસ્યા હતી.

gcri
gcri

ધ ગુજરાત કેન્સર રિસર્ચ હેડ ડો શશાંક પંડ્યાના જણાવ્યા અનુસાર ટ્યુમરની જટિલ સર્જરીમાં શોભનાથ ભાઈના ટ્યુમરના મુખ્ય કારણ સમાન થાઇરોઇડની ગ્રંથિ દૂર કરવામાં આવી હતી.  શરીરમાં થાઇરોડની પાછળ ચાર બટન જેવડી નાની ગ્રંથિ હોય છે. જે પેરા થાઇરોઇડ તરીકે ઓળખાય છે.  તેનું શરીરમાં મુખ્ય કામ કૅલ્શિયમનું સ્તર જાળવવાનું હોય છે. પેરા થાઇરોઇડ જો વધુ કૅલ્શિયમનું સ્તર વધઘટ થાય તો શરીરના મોટા હાડકામાં ટ્યુમર થવાની સંભાવના રહેલી હોય છે, જેને બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે.

જો શોભનાથ ગુપ્તાનું ઓપરેશન ન થયું હોત તો ટ્યુમર બીજા હાડકામાં પણ થવાની શક્યતા હતી. તેમજ કિડનીને પણ ગંભીર ક્ષતિ થવાની સંભાવના હતી. પરંતુ અમદાવાદની GCRIમાં તેમનું વિનામૂલ્યે ઓપરેશન થયું અને બ્રાઉન ટ્યુમરથી છુટકારો મેળવ્યો.

લખીમપુર ખેરી હિંસા / નવજોત સિંહ સિદ્ધુની યોગી સરકારને ચેતવણી, કહ્યું- જો કાલ સુધી …

પાલિકાનું પરિણામ  / ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…