રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે,ગુજરાતમાં આવા લાંચ લેતા અધિકારીઓ સામે એક અભિયાન એસીબીએ હાથ ધર્યું છે. વલસાડમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ કરીને એક psi અને વકીલને ઝડપી પાડયા છે. વલસાડમાં એસીબીની સફળ ટ્રેપમાં વકીલ અને પીએસઆઇ પકડાઇ ગયા હતા. વકીલ 1.50 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. સેલવાસમાં બાર માલિકનું નામ દાખલ ન કરવા લાંચ માંગી હતી આ અંગે ફરિયાદે ઓસીબીને આ અંગે ફરિયાદ કરી હતી જેના અતર્ગત ઓસીબી ટીમે છટકું ગોઠવીને આ ટ્રેપનું આયોજન કર્યું હતું આ કેસમાં psiએ fir માં નામ ન સામેલ કરવા માટે લાંચ માંગી હતી. આ કેસમાં સંડોવાયેલા psi કલેકટર કચેરીના અધિકારીના પત્ની હોવાની ચર્ચા છે.
