Paris Paralyampics : IAS ઓફિસર સુહાસ લલીનાકેરે યથિરાજે પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. સુહાસને બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4 ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુરના હાથે 9-21, 13-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી સુહાસ એલ યથિરાજને પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 2 સપ્ટેમ્બર (સોમવારે), તે બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ફ્રેન્ચ અનુભવી લુકાસ મઝુર સામે 9-21, 13-21થી હારી ગયો. 41 વર્ષીય સુહાસને ટોક્યો પેરાલિમ્પિકમાં પણ મઝુર સામેની હારને કારણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ભારતનો આ ચોથો મેડલ હતો. આ પહેલા નિતેશ કુમારે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે તુલાસીમાથી મુરુગેસન સિલ્વર અને મનીષા રામદાસ બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી. સુહાસના સિલ્વર મેડલ જીતવાની સાથે જ ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ પણ વાંચો: ગાઝા યુદ્ધ દરમ્યાન ઇઝરાયેલમાં આતંરિક લડાઈ, PM નેતન્યાહૂ અને સંરક્ષણપ્રધાન વચ્ચે ઘર્ષણ
આ પણ વાંચો: બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ
આ પણ વાંચો: ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતા બચાવ્યું
