Bomb Blast!/ પેશાવરમાં નમાજ બાદ મસ્જિદમાં બ્લાસ્ટ, હુમલાખોરે પોતાને જ ઉડાવ્યો; 50 લોકો ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો…

Top Stories World
Suicide attack in Mosque

Suicide attack in Mosque, પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. 13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.

આ પહેલા 26 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 3 ચીની અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. આ હુમલો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આત્મઘાતી બોમ્બર શરી બલોચે કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં પણ ચીની નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. આ પછી પાકિસ્તાનમાં ચીનના ડેપ્યુટી એમ્બેસેડર પેંગ ચુનક્સ્યુએ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ચીનના ડેપ્યુટી એમ્બેસેડર ચુનક્સ્યુએ જણાવ્યું કે, તેમનો દેશ ઇચ્છે છે કે કરાચી કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષિતોને વહેલી તકે સજા મળવી જોઈએ.

આ પણ વાંચો: Bharat Jodo Yatra/ યાત્રાના અંતિમ દિવસે હાફ જેકેટ પહેરીને રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા સાથે કરી ‘સ્નોબોલ ફાઈટ’, ફરકાવ્યો તિરંગો