આત્મઘાતી હુમલો/ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો,ચાર સૈનિકોના મોત,10 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાનનો સિબી જિલ્લો ફરી એકવાર જબરદસ્ત ફિદાયીન (આત્મઘાતી) હુમલાથી હચમચી ગયો. વિસ્ફોટમાં ચાર જવાન શહીદ થયા હતા અને 10 ગંભીર રીતે ઘાયલ થયા હતા

Top Stories India
2 35 પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો,ચાર સૈનિકોના મોત,10 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાનનો સિબી જિલ્લો ફરી એકવાર જબરદસ્ત ફિદાયીન (આત્મઘાતી) હુમલાથી હચમચી ગયો. વિસ્ફોટમાં ચાર જવાન શહીદ થયા હતા અને 10 ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરની ઓળખ ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન (IS-K)ના અબ્દુલ રહેમાન અલ બકિસ્તાની તરીકે થઈ છે.

સિબીના આસિસ્ટન્ટ કમિશનર સના મેહજબીને જણાવ્યું હતું કે આ હુમલાને અંજામ આપવા માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલા તમામ જવાનોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 6ની હાલત અત્યંત નાજુક છે. એક સપ્તાહ પહેલા આતંકવાદીઓએ બલૂચિસ્તાનના સિબી જિલ્લાને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ વાર્ષિક મેળા દરમિયાન બ્લાસ્ટમાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા.

પેશાવરમાં આ મહિને શુક્રવારની નમાજ દરમિયાન ફિદાયીન હુમલામાં કેટલાય નમાઝીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે છેલ્લા વર્ષોમાં પાકિસ્તાનમાં અરાજકતા વધી રહી છે. જેના કારણે દેશની આંતરિક સુરક્ષા પર ગંભીર સંકટ ઊભું થયું છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી તેની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) યોજનાને આગળ વધારવા માટે આ મહિને નેપાળની મુલાકાત લેશે. કાઠમંડુ પોસ્ટ અનુસાર, વિદેશ મંત્રી આ મુલાકાત દરમિયાન ઓછામાં ઓછા બે પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવાના પ્રયાસો કરશે. નેપાળે 2017માં BRI કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું નથી.