પ્રેક્ષકોને ખૂબ હસાવતો કપિલ શર્મા શો બંધ થઈ ચુક્યો છે. આ શો અચાનક બંધ થઇ જતા ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. શોના બંધ થયો તે પહેલા આ શો બંધ થવાનો છે તેવા સમાચારો આવી રહ્યા હતા. પરંતુ ચાહકોને 31 જાન્યુઆરીએ અચાનક શો બંધ થવાનું બિલકુલ ગમ્યું ન હતું. અહેવાલો અનુસાર, ધ કપિલ શર્મા શો જુલાઈમાં નવા ફ્લેવર અને ક્રિએટીવીટી સાથે પરત આવશે. ચાહકો આ વાપસીથી ખુબ જ ખુશ થઇ જશે. જ્યારે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે કોમેડી કરતા જોવા મળશે.
આ પણ વાંચો : દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા બનશે પિતા, પત્ની સાથે ફોટો શેર કરી કર્યું એલાન
જી હા, તમે તે બરાબર વાંચ્યું છે, ધ કપિલ શર્મા શોની નવી સીઝન સાથે સુનીલ ગ્રોવર શો પર પાછા ફરવા જઇ રહ્યો છે. જો કે, અગાઉ પણ ઘણી વખત આ શોમાં સુનીલના કમબેક થયાના સમાચાર આવ્યા છે, પરંતુ તે હજી પાછો આવ્યો ન હતો, પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર, કપિલ અને સુનિલ વચ્ચે દોસ્તી કરાવનાર બીજું કોઈ નહીં પરંતુ બોલીવુડના ભાઈજાન સલમાન ખાન છે. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાન કરી રહ્યો છે. તે સુનીલ સાથે ખાસ બોન્ડ શેર કરે છે, તે ઈચ્છે છે કે સુનીલ શોમાં પાછો આવે. આપને જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શોના નિર્માતા બીજું કોઈ નહીં પણ સલમાન ખાન જ છે.

સુનીલ પાછા આવવાનો સંકેત તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મળ્યા છે. કપિલ શર્માની મેકઅપ આર્ટિસ્ટે સુનિલ ગ્રોવર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સુનીલ ગ્રોવરની શોમાં વાપસી જુલાઈમાં ત્યારે જ જાણવા મળશે જ્યારે શો ફરી ચાલુ થશે.
કપિના શર્મા શો કોરોના મહામારીને કારણે પ્રેક્ષકો વિના ચાલે છે, પરંતુ જ્યારે જુલાઇમાં આ શો ફરીથી પ્રસારિત થશે, ત્યારે તેમાં પહેલાની જેમ પ્રેક્ષકો પણ હશે. કપિલના શોમાં આવતા પ્રેક્ષકો શોનો મહત્વનો ભાગ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે કોરોનાની માર ઇન્ડસ્ટ્રીમાં પડી, ત્યારે શો પ્રેક્ષકો વિના ચાલવા લાગ્યો. શોના મહેમાનો સાથે શ્રોતાઓની વાતચીત મિસ કરવામાં આવી.
આ પણ વાંચો : છૂટાછેડા બાદ ફરી લગ્ન કરી રહી છે દિયા મિર્ઝા, હાથોમાં લગાવી વૈભવના નામની મહેંદી
કપિલ શર્મા તાજેતરમાં જ બીજી વખત પિતા બન્યો છે. ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો. શો પ્રસારિત થતાં પહેલાં કપિલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરી હતી અને શો બંધ થવાનું વાસ્તવિક કારણ ચાહકોને કહ્યું હતું. કપિલે ટ્વિટ કર્યું – કારણ કે મારે મારી પત્ની સાથે ઘરે સમય પસાર કરવો છે. અમે બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. ”કપિલના આ ટ્વિટ પર ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
