બોલિવૂડ એક્ટર સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદર 2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2ના બીજા શેડ્યૂલનું શૂટિંગ માર્ચમાં શરૂ થઈ શકે છે. તે જ સમયે, નિર્માતાઓએ કહ્યું છે કે જો કોરોનાના કેસોમાં વધારો થશે તો ફિલ્મનું શેડ્યૂલ આગળ વધી શકે છે. ગદર 2 ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મનું નિર્દેશન અનિલ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 2022માં રિલીઝ થશે.
આ પણ વાંચો:Canada / કેનેડાની ત્રણ કોલેજોને વાગ્યા તાળાં, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
નોંધનીય છે કે હાલમાં જ અમીષા પટેલે ફિલ્મ ગદર 2ના મુહૂર્તનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણેસાથેની કેટલીક જૂની યાદો તાજી કરી હતી . તમને જણાવી દઈએ કે ગદરની રિલીઝના 20 વર્ષ બાદ બંને ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. ગદર 2માં ઉત્કર્ષ શર્મા પણ ચમકશે. ગદર 2 ની સત્તાવાર જાહેરાત પછી, અમીષા પટેલે હવે તેની આગામી ફિલ્મના મુહૂર્તની એક તસવીર શેર કરી છે. ફોટામાં, અભિનેત્રી, સની દેઓલ સાથે, ગદરના તારા સિંહ અને સકીના તરીકે સજ્જ જોઈ શકાય છે.
આ પણ વાંચો:IPL 2022 Auction / Hugh Edmeadesની તબિયત અચાનક બગડી, મેગા ઓક્શન થોડા સમય માટે સ્થગિત
આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. આ ફિલ્મ શરૂઆતમાં સંપૂર્ણ રીતે બંને દેશોના ભાગલા પર બનાવવામાં આવી હતી, પરંતુ હંગામા બાદ તેમાં એક લવસ્ટોરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લોકોને પણ આ લવ સ્ટોરી ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના ડાયલોગ્સ સનીને લોકોની યાદોમાં કાયમ માટે વસી ગયા છે.
