Not Set/ સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, ટક્કર વાગતા મહિલા દુર સુધી ઘસડાઇ

સુરત, સુરતમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટના છે ઓલપાડ કરંજ રોડ પરની કે જ્યાંથી એક મહિલા પસાર થઇ રહી હતી. આ દરમિયાન એક કારચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. આ પૂરઝડપે આવી રહેલા કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ આ મહિલા દૂર દૂર […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટના છે ઓલપાડ કરંજ રોડ પરની કે જ્યાંથી એક મહિલા પસાર થઇ રહી હતી.

આ દરમિયાન એક કારચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. આ પૂરઝડપે આવી રહેલા કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ આ મહિલા દૂર દૂર સુધી રસ્તા પર ઘસડાઇ હતી.

જેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ મહિલાનું મોત નિપજ્તાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપી પકડાશે નહીં ત્યાં સુધી મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. ત્યારે હવે પોલીસ ક્યારે આરોપી સુધી પહોંચશે અને ક્યારે આ આરોપીને પકડશે તે જોવાનું રહેશે.