Not Set/ સુરત: વાનમાં વાછરડું લઇ જતા મુસ્લિમ યુવકને ‘ગૌરક્ષકો’ એ ચખાવ્યો મેથીપાક

સુરત, 12 જુન ગુજરાતના સુરતમાં મંગળવારે અમુક લોકોએ એક મુસ્લિમ યુવકને ધીબેડી  નાખ્યો હતો. કારણ કે તે વ્યક્તિ વાનમાં વાછરડાને લઇ જઈ રહ્યો હતો. પીડિત યુવકે આ ઘટના પર રોષ વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનનાં દરવાજા ખખડાવ્યા હતા અને આ ઘટના બાબતે સંકળાયેલા લોકોની ફરિયાદ કરી હતી.પોલીસ દ્વારા ચારેય સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીડિત […]

Top Stories Gujarat Surat

સુરત, 12 જુન

ગુજરાતના સુરતમાં મંગળવારે અમુક લોકોએ એક મુસ્લિમ યુવકને ધીબેડી  નાખ્યો હતો. કારણ કે તે વ્યક્તિ વાનમાં વાછરડાને લઇ જઈ રહ્યો હતો.

પીડિત યુવકે આ ઘટના પર રોષ વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનનાં દરવાજા ખખડાવ્યા હતા અને આ ઘટના બાબતે સંકળાયેલા લોકોની ફરિયાદ કરી હતી.પોલીસ દ્વારા ચારેય સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પીડિત વ્યક્તિ વલસાડના એક ગામડાનો રહીશ છે, જેનું નામ અબુ બકર છે. ફરિયાદ અનુસાર પીડિત વ્યક્તિ છ વાછરડાઓને લઇને વાનમાં જઈ રહ્યો હતો. પીડીતને મહુવાનાં બારડોલી રોડ પર ચાર યુવકો હથીયારો સાથે તેને જોવા મળ્યા હતા. હાથમાં હથિયાર હોવાનાં કારણે તેણે બગવાનું વિચાર્યું પરંતુ તે બચી ના શક્યો.

ચાર અજાણ્યા લોકોએ તેને પકડીને ડંડાઓથી ખુબ માર્યો, જેના કારણે પીડીતને શરીરે ઈજા પણ થઇ છે. ડોકટરોએ આ બાબત વિશે બારડોલી પોલીસને જણાવવા કહ્યું. જે બાબત પર પગલાં ભરતા બારડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી છે.