Not Set/ સુરત/ 15 વર્ષ બાદ થશે શહેરની સીમામાં વધારો, તંત્રએ શરૂ કરી તૈયારી

ગુજરાતનાં મહાનગરો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. રાજ્યનાં તમામ મોટા શહેરોમાં કાયમી ધોરણે નજીક તેમજ દુરનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો રોજીરોટીની ખોજમાં વસવાટ માટે આવી રહ્યા છે. શહેરોની વસ્તીમાં ઉતરોત્તર વધારો જોવામાં આવી રહ્યો છે ત્યારે ભારે વસ્તીનો માર સહન કરતા મહાનગરોની હદ પણ વધારવી અનિવાર્ય બન્યું છે. બસ આવા જ કારણો સાથે ગુજરાતની આર્થિક રાજધાની […]

Gujarat Surat

ગુજરાતનાં મહાનગરો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. રાજ્યનાં તમામ મોટા શહેરોમાં કાયમી ધોરણે નજીક તેમજ દુરનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો રોજીરોટીની ખોજમાં વસવાટ માટે આવી રહ્યા છે. શહેરોની વસ્તીમાં ઉતરોત્તર વધારો જોવામાં આવી રહ્યો છે ત્યારે ભારે વસ્તીનો માર સહન કરતા મહાનગરોની હદ પણ વધારવી અનિવાર્ય બન્યું છે. બસ આવા જ કારણો સાથે ગુજરાતની આર્થિક રાજધાની સમા સુરત શહેરની હદની વિસ્તરણ પ્રક્રિયા પણ કરવાની તૈયારી સુરત મહાનગર પાલિકા દ્રારા શરુ કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, પૂર્વે 15 વર્ષ  પહેલા સુરત શહેરની સુરતમાં પલટો કરવામાં આવ્યો હતો અને  શહેરની સીમા વધારવામાં આવી હતી. વર્ષ 2006માં છેલ્લું હદ વિસ્તરણ સુરત શહેરમાં કરાયું હતું. તો આ વખતે સુરત શહેરની હદ વિસ્તરણ પ્રક્રિયામાં કયા ગામોનો સમાવેશ થશે તે અંગે ટૂંકમાં જાહેરાત કરી દેવામાં આવશે.

આપને તે પણ જણાવી દઇએ કે, સુરતનાં આસપાસનાં અનેક ગામો દ્વારા સુરત શહેરમાં ભળવા માટે ગામવાસીઓનો નનૈયો કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે ત્યારે આવનાર ટુંક સમયમાં જ સુરતની નવી સુરત કેવી હશે નું ચિત્ર સ્પષ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.