ડુમસ.
26, July 2018.
તાપી માતાના જન્મદિવસ નિમિતે ડુમસ નાવડી ઓવારા પર 20મી તારીખે મહિલા કલાકાર ગીતા રબારીનો ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અચાનક અસામાજિક તત્વોએ બબાલ ઉભી કરતા આખરે કાર્યક્રમને વિરામ આપવાની ફરજ પડી હતી. એટલું જ નહીં કલાકાર ગીતા રબારીને પણ તેમના સાથી કલાકારો સાથે સ્ટેજ છોડીને નીકળી જવા પડ્યાનો વીડિયો સામે આવ્યો છે.
તાપી માતાના જન્મદિવસ નિમિતે ભજનનો આ કાર્યક્રમ ડુમસ ગામના સ્થાનિકોએ આયોજીત કર્યો હતો. કાર્યક્રમ શરૂ થયાના બે કલાકમાં જ નશાથી ધુત્ત હાલતમાં કેટલાક અસામાજીક તત્વો સ્ટેજ પર ચડી ગયા હતા. જેથી આયોજકો દ્વારા બાઉન્સરો બોલાવવામાં આવ્યા હતાં. તેમ છતાં પણ અસામાજિક તત્વો માનવા તૈયાર ન હતાં.
છેવટે એક સ્થાનિકએ અસામાજીક તત્વોને સમજાવવા જતા તેને પણ માર ખાવાનો વારો આવ્યો હતો. આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને 100 નંબર પર કોલ કરવામાં આવ્યા હતા. જેથી લેવા માટે પોલીસ દોડી આવી હતી.
