સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા કટર વિચારધારા ધરાવતા બાંગ્લાદેશી ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ તેમજ બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલના એક ખાતામાંથી ઝડપી પાડ્યો છે. આ ઇસમનું નામ મોહમ્મદ રૂબેલ હુસેન ઉર્ફે મોહમ્મદ કાસીમ અન્સારી હોવાનું સામે આવ્યું છે અને તે 2018માં ગેરકાયદેસર રીતે ભારત આવ્યો હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, એક બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસરખોરી કરી બોગસ નામ ધારણ કરી ઉધના વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે. તેથી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વર્કઆઉટ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉધના ત્રણ રસ્તા નજીક આવેલા જલારામ કમ્પાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલના ખાતા નંબર 24-25માં રહેતા મોહમ્મદ રૂબેલ હુસેન ઉર્ફે મોહમ્મદ કાશીમ અન્સારીની ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી પાસેથી બોગસ રીતે બનાવવામાં આવેલું ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ, બેન્ક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ, પેટીએમ કાર્ડ અને બાંગ્લાદેશની સ્કૂલનું સર્ટિફિકેટ, બાંગ્લાદેશની કોલેજના ફોર્મ તેમજ નેશનલ યુનિવર્સિટી બેચલર ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા છે. તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી રુબેલ હુસેન ટેકનિકલ બાબતોનો જાણકાર છે અને તેનો મોબાઇલ ચેક કરતા પોલીસને તેમાંથી કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન મળી આવી હતી. આ ઉપરાંત ધાર્મિક જેહાદી સાહિત્ય પણ આરોપીના મોબાઇલમાંથી પોલીસને મળી આવ્યું હતું.
હાલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આરોપી જ્યારથી ભારતમાં આવ્યો છે ત્યારથી કઈ કઈ જગ્યા પર રોકાયો છે, કેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે, તેના બાંગ્લાદેશ સાથે કોઈ વ્યવહાર છે કે નહીં. આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, તેને વર્ષ 2018 દરમિયાન બાંગ્લાદેશથી પૂટખલી બોર્ડર પરથી નદી પાર કરી રાત્રિના સમયે ભારતમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તે મહેરપુર, મુંબઈ, હૈદરાબાદ અને કર્ણાટકમાં અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો. આરોપીએ કર્ણાટકના ગુલમર્ગ ખાતે રહી મીટ કંપનીમાં નોકરી કરી હતી અને ત્યારબાદ તે મુંબઈના પનવેલ ખાતે ગયો હતો ત્યાં કલર કેમિકલ કંપનીમાં દોઢ વર્ષ સુધી સિક્યોરિટી તરીકે ફરજ બજાવતો હતો અને 2021માં તે સુરત આવ્યો હતો અને જુદા જુદા કારખાનાઓમાં કપડા પ્રેસ કરવાની નોકરી કરતો હતો.
તો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એવી પણ માહિતી મળી છે કે આરોપી જ્યારે ભારત આવ્યો ત્યારબાદ તે મુંબઈમાં સિક્યુરિટીની નોકરી કરતો હતો. ત્યારે બાંગ્લાદેશના મની એક્સચેન્જ શરીફૂલ ઇસ્લામ સાથે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ઇન્ડિયન પાનકાર્ડ આધારકાર્ડ બનાવવાનું કહ્યું હતું. બાંગ્લાદેશના મની એક્સચેન્જરે આરોપીને પોતાના ઓળખીતા મુંબઈના એજન્ટ ખલીલ અહેમદ શેખનો સંપર્ક આરોપી સાથે કરાવ્યો હતો અને ખલીલ અહેમદ શેખ દ્વારા આરોપી મોહમ્મદ રૂબેલ હુસેનના મોહમ્મદ કાશીમ ઇસલામ અન્સારી નામના ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા. હાલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી
આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા
આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ
