ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જન્મદિવસ પર તલવારથી બર્થડે કેક કાપવાની એક નવી પરંપરા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો અવારનવાર વાયર પણ થતા હોય છે જે બાદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દેશની રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલ છે. જેમાં ભાજપના સ્થાનિક નેતા અજિત સિંહ રાજપૂત તેમના જન્મદિવસ નિમિત્તે કેક કાપી રહ્યા છે. તેના ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે. જેમાં અશોક ચક્ર પણ દેખાય છે અને તેને કાપી રહ્યો છે. જો કે, રાષ્ટ્રીય ધ્વજ અધિનિયમ હેઠળ તેને ગુનો પણ ગણી શકાય.

ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલની નજીકનો છે આરોપી
ભાજપના સ્થાનિક યુવા નેતાના આ કૃત્યથી સુરત ભાજપને શરમશાર થવું પડ્યું છે કારણ કે ભાજપના હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલમાં કાર્યકરોમાં અજિત સિંહનો સમાવેશ થાય છે. તેમના દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
