Not Set/ સુરતના કડોદરામાં એક ગેંગએ કર્યો યુવક પર હુમલો

સુરતના કડોદરામાં એક ગેંગ દ્વારા એક યુવક પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.ગેંગે આ યુવક પર લોખંડની પાઇપ,ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો.જેને કારણે યુવકને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી..જેના આધારે પોલીસ આરોપીને પકડવા તપાસના […]

Gujarat

સુરતના કડોદરામાં એક ગેંગ દ્વારા એક યુવક પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.ગેંગે આ યુવક પર લોખંડની પાઇપ,ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો.જેને કારણે યુવકને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી..જેના આધારે પોલીસ આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.નોંધનીય છે કે કડોદરા વિસ્તારમાં એન્જિયનરીંગ વર્કશોપના ચલાવનાર વેપારી પાસેથી એક ગેંગે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.જો કે આ વેપારીએ ખંડણી આપવાનો ઇન્કાર કર્યો હતો અને આ ગેંગ વિરુદ્ઘમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ આ ગેંગે વેપારીને પોલીસ ફરિયાદ પાછી ખેંચવા વારંવાર પ્રેશર કર્યું હતું.પરંતું વેપારીએ પોલીસ ફરિયાદ પાછી ન ખેંચતા આ ગેંગે વેપારીના પૂત્રને નિશાનમાં લીધો હતો.અને મોડી રાત્રે બહાર બોલાવીને હુમલો કર્યો હતો.જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.