સુરત,
સુરત પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. અઠવા પોલીસને બાતમી મળી હતી કે ઝાપાબજાર વિસ્તારમાં નારોકટીક્સની હેરાફેરી થવાની છે.
જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન પોલીસે ઝાપાબજાર તૈયબી મહોલ્લામાં રહેતા ઈસાક સૈયદ અને ઈમ્તિયાઝ મલેકની અટકાયત કરી હતી.
સઘન પૂછપરછ કરતા તેમની પાસેથી પોલીસને પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં 39 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યુ. જેની કિંમત અંદાજે 1 લાખ 95 હજાર 750 રૂપિયા આંકવામાં આવી.
પોલીસે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ એક બાઇક સાથે કુલ 2 લાખ 64 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો. વધુ પુછપરછમાં આ ડ્રગ્સ મુંબઈ ખાતે રહેતો ઈમ્તિયાઝ નામનો શખ્સ આપતો હોવાનું સામે આવ્યુ. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
