સુરત.
રાજ્યભરમાં જયારે ટ્રાફિસની સમસ્યાને સમાપ્ત કરવા માટે આરટીઓ અને મ્યુનિસિપાલિટીઓ દ્વારા સંપીને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે એવામાં સુરતમાં પરિસ્થિતિ કંઈક ઉલટ નજરે ચડી હતી.
તો વાત કરવામાં આવે તો બંનેના અહંનો ટકરાવ લોકો સમક્ષ રજુ થયો હતો. વાત એમ છે કે મ્યુનિસિપાલિટી સામેની બાજુ દુષણો માટે કલ રોજ ઝુંબેશ ચલાવી હતી. જેના પ્રતિક્રિયા રૂપે આરટીઓ રોષે ભરાયા હતા. પોતાના અહંને સંતોષવા માટે સુરત આરટીઓએ દ્વારા આજ રોજ સુરત મ્યુનિસિપાલિટી સામે દુષણો દૂર કરવા માટે વાહનો હટાવવા આવી ગયા હતા.
સુરતમાં દબાણને લઈને આરટીઓ અને મનપાના કર્મચારી આમને સામાને થયુ હતુ. માનપએ દબાણ ખાતા દ્વારા આરટીઓ બહાર દબાણ હટાવી આરટીઓને કાયદો બતાવ્યો હતો. ત્યારે બીજી તરફ આરટીઓ દ્વારા પોતાની સતા બતાવી મનપાની નંબર વગરના વાહનો જમા કરી મનપાને કાયદો બતાવ્યો હતો. આ રીતે દબાણને લઈને આરટીઓ અને મનપાના કર્મચારી આમને સામાને થયા હતા.
જેથી આરટીઓ અને સુરત મ્યુનિસિપાલિટી બંને એક બીજા સામ-સામે આવી ગયા હતા. મહત્વની બાબત તો એ છે કે આ બંનેને જયારે સાત્થે માંડીને લોકો માટે કામ કરવાનું છે એવામાં તેઓ અહંને સંતોષવા માટે એકબીજા વિરુદ્ધ ઉભા થઇ ગયા છે.
