Surat News/ સુરત TPOની અપ્રમાણસર મિલકતનો મામલો, વલસાડ સુધી છેડો પહોંચ્યો

સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યોછે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે. વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યોછે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે. વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે. વડોદરા અને વલસાડ એસીબીએ આ કિસ્સામાં તપાસ હાથ ધરી છે.

સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની જૂજવા, અબ્રામા, કાજણહરી સહિતના વિસ્તારોમાં સંપત્તિ છે. જલારામનગર ખાતેના રોહાઉસ પર પણ એસીબી ત્રાટકી છે અને તપાસ શરૂ કરી છે. આમ કૈલાસ ભોંયાની સંપત્તિના જેમ-જેમ અંકોડા મેળવતા જાય છે તેમતેમ સંપત્તિની વધુને વધુ વિગતો બહાર આવતી જાય છે. આના પગલે એસીબી પણ ચોંકી ઉઠી છે.

એસીબીની આ તપાસ ફક્ત સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધી જ સીમિત રહેવાની નથી. આગામી સમયમાં લગભગ બધા શહેરોના ટીપીઓ સામે આ રીતે એસીબીની તપાસનો ફણગો ફૂટવાના છે. આમ આગામી દિવસોમાં આ તપાસનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જ જવાનું છે. રાજ્યમાં લગભગ પોણા બસો જેટલા ટાઉન છે અને તેના ટીપીઓ છે. તેમા મોટાભાગના ભ્રષ્ટ હોવાનું માનવામાં આવે છે. આ દરેક સામે આગામી સમયમાં અપ્રમાણસર મિલકતનો કેસ શરૂ થાય તેવી સંભાવના છે.

રાજકોટમાં ટીઆરપી મોલમાં લાગેલી આગ પછી ટીપીઓ આ પ્રકારે કૌભાંડ આચરતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ટીપીઓ સાગઠિયા પાસેથી અપ્રમાણસર સંપત્તિના કિસ્સામાં કરોડોની રકમ મળી આવતા સરકાર ચોંકી ઉઠી હતી. આ તો ફક્ત રાજકોટ શહેરની વાત થઈ, આવું તો રાજ્યના દરેક શહેરોના ટીપીઓ કરી રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે. આના પગલે એક પછી એક ટીપીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના તત્કાલીન ટીપીઓ સામે 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એસીબી

આ પણ વાંચો: સરકાર પણ કૌભાંડીઓથી ત્રાસીઃ ટીપીની સમયમર્યાદામાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો: સાગઠિયાની જેલમાંથી પણ ગઠિયાબાજી, બહેને જેલમાં આપી ચિઠ્ઠી