એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ટોચના 10 ટકા શહેરી પરિવારો પાસે 1.5 કરોડની સંપત્તિ છે, જ્યારે ગરીબીમાં રહેતા લોકો પાસે માત્ર 2,000 રૂપિયા છે. આ આંકડો શહેરોમાં અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત દર્શાવે છે.
જોકે, ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ થોડી સારી છે. અહીં ટોચના 10 ટકા પરિવારો પાસે 81.17 લાખ રૂપિયાની સંપત્તિ છે જ્યારે નીચેના સ્તરના પરિવારો પાસે 41,000 રૂપિયાની સંપત્તિ છે. આ આંકડા ઓલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે 2019 માં આવ્યા છે, જે આંકડા મંત્રાલયના NSO દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.
સર્વેમાં બહાર આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સ્થિતિ શહેરી વિસ્તારોના ગરીબો કરતા ઘણી સારી છે. શહેરી વિસ્તારોમાં ગરીબ પરિવારો માત્ર 2000 રૂપિયાની સંપત્તિ ધરાવે છે. વિભાગે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ હેઠળ જાન્યુઆરી-ડિસેમ્બર 2019 માં આ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેનો મુખ્ય હેતુ જૂન 2018 સુધીમાં પરિવારો પાસે કેટલી સંપત્તિ અને જવાબદારીઓ છે તે શોધવાનો હતો. આ સર્વે મોટા પાયે કરવામાં આવ્યો હતો. જેમાં 5940 ગામોના 69,455 પરિવારો સામેલ હતા. જ્યારે શહેરી વિસ્તારોના 3995 બ્લોકના 47006 પરિવારોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા.
