Duleep Trophy: સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav)ની ભારતની ટેસ્ટ ટીમમાં પુનરાગમનની આશાને ફટકો પડ્યો છે કારણ કે કોઈમ્બતુરમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન XI સામે મુંબઈની બૂચી બાબુ ટૂર્નામેન્ટ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે જમણા હાથના બેટ્સમેનને ઈજા થઈ હતી. મુંબઈ માટે પણ આ મેચ યાદગાર રહી ન હતી કારણ કે તેઓ 286 રનથી હારી ગયા હતા અને તમિલનાડુ સરળતાથી સેમિફાઈનલમાં પહોંચી ગયું હતું.
નહીં આ ટુર્નામેન્ટ રમી શકશે!
આગામી દુલીપ ટ્રોફી સૂર્યકુમાર માટે મોટી ટુર્નામેન્ટ છે. તાજેતરમાં તેણે ટેસ્ટ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતના T20I કેપ્ટને તેની કારકિર્દીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે અને તે ફેબ્રુઆરી 2023માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. સૂર્યકુમારે બુચી બાબુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે તે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માંગે છે. પરંતુ તેને થયેલી ઈજાને કારણે તેની આશાને મોટો ફટકો પડ્યો છે.
કોઈમ્બતુરમાં મેચ પહેલા તેણે પત્રકારોને કહ્યું હતું કે હવે તેનો એક માત્ર વિકલ્પ છે કે બુચી બાબુ ટૂર્નામેન્ટ રમો, પછી દુલીપ ટ્રોફી રમો અને પછી જુઓ શું થાય છે. પણ હા, તે ખરેખર ઉત્સાહિત છે. હજુ દસ ટેસ્ટ મેચ રમવાની છે અને તે ટેસ્ટ ફોર્મેટમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સૂર્યકુમારે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 82 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 43.62ની એવરેજથી 5628 રન બનાવ્યા છે. મુંબઈના આ બેટ્સમેને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 14 સદી અને 29 અડધી સદી ફટકારી છે. જો સૂર્યકુમાર સમયસર સાજો નહીં થાય તો તે ટીમ Cની તાકાતમાં ઘટાડો કરશે કારણ કે ઝડપી બોલર ઉમરાન મલિક બીમારીના કારણે પહેલાથી જ બહાર છે.
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દરજીત, હૃતિક શોકીન, માનવ સુથાર, વિશાક વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કન્ડે, આર્યન જુયાલ, અંશુલ ખંભોજ.
આ પણ વાંચો:ટેસ્ટ રેન્કિંગમાં કોહલી-યશસ્વીને મળ્યો ફાયદો, રોહિત એક સ્થાન સરકીને પહોંચ્યો આ સ્થાને
આ પણ વાંચો:વિરાટ કોહલીએ ખોટું કર્યું…, ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે કર્યો મોટો ખુલાસો!
આ પણ વાંચો:જય શાહને BCCI તરફથી નથી મળતો પગાર, જાણો કેવી રીતે થાય છે પેમેન્ટ