Not Set/ Sushant Case/ CBI ની ટીમ પહોંચી સુશાંતનાં ઘરે, ફરી રિક્રીએટ કરવામાં આવશે ક્રાઇમ સીન

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈએ પણ તપાસ આગળ ધપાવી છે. શનિવારે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ બાંદ્રા સ્થિત સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની ટીમ ફરી એકવાર સુસાઇડ સીન રિક્રીએટ કરશે અને આ મામલાની નજીકથી તપાસ કરશે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, એઈમ્સના ડોકટરો પણ સીબીઆઈની […]

Uncategorized
4a2ce1d4074143bf029b3adefa529915 Sushant Case/ CBI ની ટીમ પહોંચી સુશાંતનાં ઘરે, ફરી રિક્રીએટ કરવામાં આવશે ક્રાઇમ સીન

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈએ પણ તપાસ આગળ ધપાવી છે. શનિવારે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ બાંદ્રા સ્થિત સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની ટીમ ફરી એકવાર સુસાઇડ સીન રિક્રીએટ કરશે અને આ મામલાની નજીકથી તપાસ કરશે.

તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, એઈમ્સના ડોકટરો પણ સીબીઆઈની ટીમમાં સામેલ છે જે સુશાંતના ઘરે તપાસ માટે ગઈ હતી. વળી, સીબીઆઈની ટીમે સુશાંતની બહેન મીતુ સિંહને તેના ફ્લેટમેટ સિધ્ધાર્થ પીઠાણી, કૂક નીરજ સાથે લાવ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ સુશાંતના ઘરે પહોંચેલી સીબીઆઈ ટીમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં સીબીઆઈ અધિકારીઓ સુશાંતના ઘરની તપાસ કરતા જોવા મળી રહ્યા છે.

સીબીઆઈના અધિકારીઓ સુશાંતના ઘરે સુસાઇડ સીન રિક્રીએટ કરી એ તપાસ કરશે. આ પહેલા પણ સીબીઆઈ ઘણી વખત સુસાઇડ સીન રિક્રીએટ કરી ચૂકી છે.

જણાવીએ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. એનસીબીને આ કેસ સંબંધિત કેટલાક નિર્ણાયક પુરાવા મળ્યા બાદ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના મેનેજર સેમુઅલ મીરાંડની શુક્રવારે ધરપકડ કરી છે.

શનિવારે એનસીબી તેમને કોર્ટમાં રજૂ કરવા જઇ રહ્યું છે, બંનેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા. કોર્ટમાં, એનસીબી શોવિક અને સેમુઅલના 4-6 દિવસના રિમાન્ડની માંગ કરશે. આ સિવાય આ કેસમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર ઝૈદ વિલત્રા અને કૈઝેન ઇબ્રાહિમને પણ તબીબી પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. આ ચારેયની કોરોના ટેસ્ટ પણ મુંબઇની સાયન હોસ્પિટલમાં કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.