પોલીસના હાથે ઝડપાયેલા કુસ્તીબાજ સુશીલ કુમારને રેલ્વેની નોકરીથી કાઢી દેવામાં આવ્યા છે.. દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા સુશીલ કુમારને છત્રસલ સ્ટેડિયમની સ્કૂલમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફરજ પરના અધિકારી બનાવવામાં આવ્યા હતા.ઉત્તરી રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે, રવિવારે રેલવે બોર્ડને સુશીલ કુમાર અંગે દિલ્હી સરકારનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં સુશીલ કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા હોવાનો ઉલ્લેખ છે.
દિલ્હી સરકારે ડેપ્યુટેશન વધારવાની સુશીલ કુમારની માંગને ફગાવી દીધી હતી. આ સરકારે આ અંગેની માહિતી ઉત્તર રેલ્વેને મોકલી હતી. સુશીલ કુમાર 2015 થી રેલ્વે અધિકારી હતા અને દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર કાર્યરત હતા. પ્રતિનિયુક્તિની મુદત 2020 સુધી હતી જેને તેઓ વધારવા માગે છે.ઉલ્લેખનીય છે કે તેમના પર હત્યાનો આરોપ છે.
