અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક સોસાયટીમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. એક શંકાશીલ પતિ દ્વારા પત્ની પર શંકા રાખી તેને મોતને ઘટ ઉતારી દીધી છે.
રાજપીપળા રોડ પર આવેલી પદ્માવતી નગરના એક મકાનમાં પતિએ જ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની અને હાલ રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં રહેતી 27 વર્ષીય આશાદેવી દિલદાર સીંગ પોતાના પતિ સાથે રહેતી હતી. તે દરમિયાન પતિ દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા રાખી તેણી સાથે ઝઘડો કર્યો હતો.
ઝઘડામાં આવેશમાં આવી જઈ કોઈક સાધન વડે પત્નીના કપાળ ના ભાગે વાર કર્યો હતો. અને તેણીને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેણીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યાની ઘટના અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ બનાવમાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
