શ્રદ્ધા/ “સ્વયંભુ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજ પ્રાગટ્ય કથા”

“સ્વયંભુ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજ પ્રાગટ્ય કથા”

Dharma & Bhakti
indonesia 11 "સ્વયંભુ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજ પ્રાગટ્ય કથા"

@સચિન પીઠવા, સુરેન્દ્રનગર. 

આજથી બસો વર્ષ પહેલાંની વાત છે. ચોમાસાની ઋતુ હતી. ઉત્તર સૌરાષ્ટ્રમાં પંસાર પ્રદેશના ઉગમણા છેડેથી કચ્છના નાના રણને મળતી ઝાલાવાડની જીવાદોરી ફલકુ નદીને કાંઠે લીલીછમ વાડીઓની વચમાં વસેલા નારીચાણા ગામની આથમણી દિશાએ તળાવને કાંઠે વડલાના ઘટાટોપ છાયાથી શોભતું ગામનું પાદર અને ઉગમણી બાજુ લીલા મોલથી હરિયાળા ખેતરોની વચ્ચે ખળ-ખળ વહેતી ફલકુ નદી.

ઉગતા સૂરજના સોનેરી કિરણોથી નદીની રેતી સાચા મોતીની જેમ ચળકાટ મારે છે. મેઘરાજાએ વિરામ લેતા માટીની ભીનાશ સર્વત્ર પ્રસરી ગઇ છે.  માદક સુવાસથી મહેકી મોરલાઓ કળા અને ટહુકા દ્વારા વાતાવરણમાં સંગીત સાથે નયનરમ્ય દ્રશ્ય મનને થનગાટ કરાવે છે. ગાયોના ધણ લીલું ઘાસ ચરવા ઉતાવળા થતા ગળામાં બાંધેલી ઘૂઘરીનો ઝણકાર સંગીતની દિવ્યતામાં વધારો કરે છે. નારીચાણાની નારીઓ નદીના વહેણની કાંઠે ખડકા પર કપડાં ધોતા ધબ-ધબ અવાજ ધબકારા ચૂકવી દે છે. સ્ફટિક જેવા શુદ્ધ પાણીમાં બાળકો છબ-છબીયા કરે છે.

indonesia 12 "સ્વયંભુ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજ પ્રાગટ્ય કથા"

પ્રાગટ્ય ગાથા

ધરાઈને વરસેલા વરસાદ પછી વરાપ થતા જગતનો તાત ખેડૂત પરોઢિયે બળદ-સાતી જોડી ખેતર ખૂંદી રહ્યો છે…વલોણામાં દહીં વલોવી છાસમાંથી માખણ તારવી કપડાના ટુકડામાં રોટલાની પોટલી માથે લઇ ચટાક…. ચટાક… ચાલે ખેડૂતની અર્ધાંગિની ભાત(ટીફીન) દેવા ખેતરે જઈ રહી છે.   આજ અરસા માં ભાદરવા સુદ બીજનો દિવસ હતો. નદી કાંઠેના ખેતરમાં એક ખેડૂત હળ હાંકતા- અચાનક હળ સાથે કંઈક અથડાયું. બળદ ઉભા રાખી જોયું તો માટીની કુલડી હતી(ઘડા જેવું અડધો ફૂટનું નાનું માટીનું વાસણ). કુતૂહલતા સાથે ખેડૂતે કુલડી ની અંદર જોયું. આશ્ચર્ય, અદ્ભૂત  ચમત્કાર હતો ત્યાં… સ્વયંભૂ શ્રી હનુમાનજી મહારાજની એક વેંત લાંબી મૂર્તિમાન પ્રતિમા. લોકવાયકા મુજબ ત્યાં નાની દેરી બનાવી મૂર્તિનું સ્થાપન કરેલ ત્યારબાદ સમયાંતરે મૂર્તિના કદમાં વધારો થયા કરે છે.

આજે એ સ્થળે મોટા શિખરબધ્ધ મંદિરમાં માનવ આકારથી મોટી મૂર્તિ દૃશ્યમાન થાય છે.  સારંગપુર હનુમાનજીની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરી એશ્વર્ય મૂક્યું જે વિશ્વવિખ્યાત છે. જ્યારે નારીચાણીયા હનુમાનજી પોતે સ્વયંભૂ પ્રગટ થઈ આજે મંદિરમાં બિરાજી અસંખ્ય ભક્તોને એશ્વર્ય આપી રહ્યા છે. ગુજરાતભરના અનેક લોકોના કુળદેવતા છે.

ભાદરવાસુદ બીજના દિવસે હજારો ભક્તો દર્શને આવે ત્યાં લોકમેળો ભરાય છે તેમજ વર્ષ દરમિયાન અનેક ભક્તો પ્રખ્યાત મંદિરમાં મનોકામના પૂર્ણ કરવા દર્શને આવતા હોય છે. બાળપણમાં મંદિરની આજુબાજુમાં વિશાળ મેદાન હોવાથી બહુ રમતો રમેલા તેથી મંદિરની મમત્વ ભાવ લખવાની દયા હનુમાનદાદા એ કરી.

આજે ભારતમાં બજરંગબલીના લાખો મંદિરો છે, વિશ્વની મહાસત્તા અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પોતાની સાથે હનુમાનજીની મૂર્તિ રાખે  છે.

【સાયન્ટીફિક રીસર્ચ મુજબ હનુમાન ચાલીસા ની એક પંક્તિ-દોહાનુ ચમત્કારીક એશ્વર્ય】

” युग सहस्त्र योजन पर भानु ।
लिलयो ताही मधुर फ़ल जानु।।”

1 યુગ= 12000 વર્ષ
1 સહસ્ત્ર= 1000
1 યોજન= 8 માઈલ

યુગ × સહસ્ત્ર × યોજન = ભાનું(સૂર્ય)

12000×1000×8 માઈલ=96000000 માઈલ્સ
(1માઈલ = 1.6 કિલોમીટર)

96000000 × 1.6= 1536000000 Km.

‘NASA’ ના લેટેસ્ટ આંકડા મુજબ પૃથ્વીથી સૂર્યનું અંતર ચોક્કસ માપમાં 1536000000 કિલોમીટર થાય છે…જેનું પ્રમાણ સદીઓ પહેલા હનુમાન ચાલીસામાં લખેલું છે…

છે ને કમાલ… બોલો હનુમાનદાદાની જય …

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો