આવકવેરા વિભાગ દ્ધારા 3 માર્ચના રોજ મોટી કાર્યવાહી કરતા બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી. માહિતી એવી છે કે આ દરોડા ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરીના સંબંધમાં પાડવામાં આવ્યા હતા. છેલ્લી માહિતી અનુસાર આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત સુધી અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુને 650 કરોડની ટેક્સની અનિયમિતતાના કેસમાં પૂછપરછ કરી છે. આ ઘટનાના ત્રણ દિવસ પછી તાપસી પન્નુએ પોતાનું મૌન તોડ્યું છે.

તાપસી પન્નુએ ટ્વીટ કરીને લખ્યું કે- ત્રણ દિવસમાં ત્રણ ચીજોની ઊંડી તપાસ- 1. પેરિસમાં એ બંગલાની ચાવી જે કથિત રીતે મારી છે, કારણ કે ગરમીની રજાઓ આવવાની છે. 2. પાંચ કરોડની કથિત રસીદ જે ભવિષ્ય માટે છે કારણ કે મેં તે પૈસા હોવાનો ઇન્કાર કર્યો છે. 3. આપણા માનનીય નાણાંમંત્રીના જણાવ્યા અનુસાર 2013માં મારે ત્યાં રેડ પડી હતી…P.S- હવે એટલી સસ્તી નથી
3 days of intense search of 3 things primarily
1. The keys of the “alleged” bungalow that I apparently own in Paris. Because summer holidays are around the corner— taapsee pannu (@taapsee) March 6, 2021
https://twitter.com/taapsee/status/1368055107561025538?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368055107561025538%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Ftaapsee-pannu-it-raid-actress-breaks-silence-on-the-accusations-put-on-her-tmov-1217755-2021-03-06
https://twitter.com/taapsee/status/1368055110434058249?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368055110434058249%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Ftaapsee-pannu-it-raid-actress-breaks-silence-on-the-accusations-put-on-her-tmov-1217755-2021-03-06
મહત્વનું છે કે આઇટી વિભાગના અધિકારીઓએ એ દાવો કર્યો હતો કે તાપસીને પાંચ કરોડની રોકડ ચુકવણી કરવામાં આવી હતી અને તેની રસીદ તેના ઘરમાંથી મળી હતી. તો બીજી તરફ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોઇનું પણ નામ લીધા વિના કહ્યું કે 2013માં પણ આવી જ કાર્યવાહી થઇ હતી ત્યારે કોઇએ યુપીએ સરકાર પર આંગળી નહોતી ઉઠાવી, જેવું અત્યારે થઇ રહ્યું છે. તાપસીના આ ટ્વિટ પરથી સ્પષ્ટ છે કે કઇ ચીજોના આધારે તેના ઘર પર રેડ પાડવામાં આવી હતી.
