Bollywood/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ અભિનેત્રી ભજવશે નવા દયા બેનનો રોલ

સોની સબ ચેનલ પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દેશભરમાં ખુબ લોકપ્રિય છે. આ સીરીયલના તમામ લોકો જેવા કે નાના બાળકો, યુવાનો,,માતા પિતા, વૃદ્ધ લોકો પણ દીવાના છે,

Entertainment

સોની સબ ચેનલ પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દેશભરમાં ખુબ લોકપ્રિય છે. આ સીરીયલના તમામ લોકો જેવા કે નાના બાળકો, યુવાનો,,માતા પિતા, વૃદ્ધ લોકો પણ દીવાના છે, પરંતુ આ સીરીયલ છેલ્લા કેટલાક સમયથી દયા બેનનું પાત્ર જોવા મળતું નથી અને લોકો પણ દયા બેનના પાત્રની રાહ જોઇને બેઠા છે.

https://www.instagram.com/p/CG4MGZsqTzx/?utm_source=ig_web_copy_link

આ વચ્ચે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા દયા બેનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. નિર્માતાઓ શૉ માટે નવી દયાબેનને શોધી રહ્યા છે. પરંતુ નિર્માતાઓ કહે છે કે તેઓ દિશાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે, આ શૉના મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. આ શોધ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના રિયાલિટી શૉમાં પૂરી થતી જોવા મળે છે. આ શૉની રુતુજા ઝુનાકરને દયા ભાભીના અવાજમાં બોલતા જોઈને નિર્માતા અસિત મોદી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા.

આ પણ વાંચો : ‘નાચ મેરી રાની’ સોંગ પર મહિરા શર્માએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ

આ અંગે આસિત મોદીએ કહ્યું હતું કે, અમારા શૉમાં આ દયાભાભી અમને આપી દો. ત્યારબાદ રુતુજા દયાની નકલ કરીને જેઠાલાલને દયા ભાભીની શૈલીમાં તાપુના પાપા કહીને બોલાવે છે. જે જોઈને બધા ખુશ થઈ જાય છે. ભલે અસિતે આ શોમાં કહ્યું હોય, પરંતુ હકીકતમાં પણ ચાહકો શૉમાં દિશા જોવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો :ફિલ્મમાં નાગિનની ભૂમિકા નિભાવશે આ અભિનેત્રી, સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ મીમ્સ