Not Set/ તનુશ્રી-નાના વિવાદ:  શું કહ્યું કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ, વાંચો 

મુંબઇ  અવારનવાર જોવા મળ્યું છે કે બોલિવૂડમાંથી જયારે પણ કોઈ વિવાદ સામે આવે છે ત્યારે બંને પક્ષના લોકો ખુલીને તેમની વાત કરતા હોય છે અને હવે જયારે નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો મામલો ચર્ચામાં આવ્યો છે તો આ મોકા પર બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ આ મામલે તેમના નિવેદન આપવાનું શરુ કર્યું છે.  મંગળવારે નાના પાટેકર પર […]

Uncategorized

મુંબઇ 

અવારનવાર જોવા મળ્યું છે કે બોલિવૂડમાંથી જયારે પણ કોઈ વિવાદ સામે આવે છે ત્યારે બંને પક્ષના લોકો ખુલીને તેમની વાત કરતા હોય છે અને હવે જયારે નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો મામલો ચર્ચામાં આવ્યો છે તો આ મોકા પર બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ આ મામલે તેમના નિવેદન આપવાનું શરુ કર્યું છે. 

મંગળવારે નાના પાટેકર પર આરોપ મુકતાં તનુશ્રીએ નિવેદન આપ્યું હતું કે 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તેના સાથે ગેરવર્તન  કર્યું હતું. હવે આ મામલે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ એક નિવેદન આપીને તનુશ્રીના નિવેદનને ખોટું જણાવ્યું છે.

તનુશ્રી દત્તા કહ્યું હતું કે ફિલ્મ નિર્દેશક, પ્રોડ્યુસર અને ગણેશ આચાર્ય નાના પાટેકરે કરેલી ગેરવર્તણુંક જોઇ હતી. પરંતુ કોઈ આ વિશે કંઈ પણ કહ્યું ન હતું. જણાવીએ કે રાકેશ સારંગ દ્રારા નિર્દેશિત ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’માં ગણેશ આચાર્ય ડાન્સ ડાયરેક્ટર હતા. 

ગણેશે મીડિયાને જણાવ્યું કે આ ઘટના ખુબ જ જૂની છે એટલા માટે હું  બધું જ સ્પષ્ટ રીતે યાદ ના કરી શકું. પરંતુ મને યાદ છે કે આ એક રોમેન્ટીક ડુએટ સોંગ હતું અને એ દિવસે કંઈક એવું થયું કે શુટિંગ ત્રણ કલાક પહેલા પૂર્ણ કરી દીધું હતું. એક્ટ્રેસને કોઈ ગેરસમજ હતીપણ દાવા સાથે હું કહી શકું છું કે તનુશ્રી જેવું કહી રહી છે તેવું કંઈ પણ થયું નથી. તનુશ્રીનું  ખોટુ નિવેદન છે કે નાનાએ કેટલાક રાજકીય પક્ષના લોકોને ધમકાવવા માટે બોલાવ્યા હતાતે ક્યારેય થયું નથી.

એક વેબસાઈટ પ્રમાણે ગણેશ આચાર્યએ પણ કહ્યું કે તેને પ્રોડ્યુસર કહ્યું હતું કે નાના પાટેકર આ સોંગનો એક ભાગ છે. મને રીહર્સલ માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે નાના પણ ગીતમાં છે. મારા પાસે કોઈ જ ઓપ્શન નહોતું. જો કે આ સોંગ અશ્લીલ નહોતું. આ એક પ્યોર ડાન્સ હતો બસ. જયારે દત્તાએ સોંગ માટે મનાઇ કરી તો ત્યારબાદ રાખી સાવંતને ગીતમાં લેવામાં આવી હતી.

આ નિર્ણય સાથે તેને કોઇ લેવા દેવા નથી અને આ માત્ર નિર્માતાઓનો કોલ હતો. આચાર્ય એવું પણ કહ્યું કે નાના પાટેકર એક સારા વ્યક્તિ છે અને તેઓ આવુ ક્યારે પણ ન કરી શકે. આચાર્ય એવો પણ દાવો કર્યો કે નાનાએ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારોની મદદ પણ કરી છે. 

તો આ મામલે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના ટ્રેલર લોન્ચ પર અમિતાભ બચ્ચન અને આમીર ખાનને સવાલ કરવામા આવ્યો ત્યારે અમિતાભ બચ્ચને જવાબમાં જણાવ્યું કે ના તો હું તનુશ્રી દત્તા છું કે ના તો હું નાના પાટેકર છું તો આ મુદ્દે કંઈ પણ કહી શકતો નથી.

તો બીજી બાજુ આમીર ખાને આ સવાલથી બચતા જવાબ આપ્યો કે જ્યાં સુધી તપાસ કરવામાં ના આવે ત્યાં સુધી આ મામલે કઈ પણ બોલી ન શકાય.