Not Set/ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા/ ગરબા ક્વિન દયાભાભીની ગોકુલધામમાં એન્ટ્રી, જેઠાલાલ સામે આવ્યો સુંદર પડકાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં દયાની એન્ટ્રી થવા જઇ રહી છે, ત્યારે હજુ પણ જેઠાલાલની મુશ્કેલીઓ દૂર જવાનુ નામ નથી લઈ રહી. ગોકુલધામ સોસાયટીની આ દિવસોમાં નવરાત્રી ખૂબ જ પ્રખ્યાત છે, અને આ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ જેઠાલાલનાં જીવનમાં દયાની એન્ટ્રી કરાવવા જઇ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં દયાના આગમનની […]

Entertainment Videos

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં દયાની એન્ટ્રી થવા જઇ રહી છે, ત્યારે હજુ પણ જેઠાલાલની મુશ્કેલીઓ દૂર જવાનુ નામ નથી લઈ રહી. ગોકુલધામ સોસાયટીની આ દિવસોમાં નવરાત્રી ખૂબ જ પ્રખ્યાત છે, અને આ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ જેઠાલાલનાં જીવનમાં દયાની એન્ટ્રી કરાવવા જઇ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં દયાના આગમનની રાહ જોઇ રહ્યુ છે.

Image result for daya bhabhi entry

આ શો નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દયાની એન્ટ્રી થઈ છે પણ તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. પરંતુ તે પછી જેઠાલાલનાં સાળા સુંદરની એન્ટ્રી થઈ અને તેના કારણે જેઠાલાલની મુશ્કેલીઓમાં વધારો થઈ જાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો વીડિયો સબટીવીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયોમાં, જેઠાલાલને જાણ થાય છે કે દયા ગોકુલધામ સોસાયટીમાં આવી ગઇ છે કે તે દયાને મળવા માટે બેચેન થઈ જાય છે. આ જોઈને સુંદર જેઠાલાલ સાથે રમતો રમવાનું મન બનાવે છે.

https://www.instagram.com/p/B3l_aBXCQby/?utm_source=ig_web_copy_link

સુંદર જ્યા હોય અને તોફાન ન આવે તે બની શકે ખરા? ત્યારે જ સુંદર નવ મહિલાઓ સાથે જેઠાલાલની સામે આવે છે, જેમણે ચહેરા પર ઘૂંઘટ તાણ્યો હોય છે, અને તે કહે છે કે જીજાજી હવે આમાંથી મારી બહેન અને તમારી પત્નિ દયાને ઓળખી બતાવો.

આ રીતે, જેઠાલાલને એક પરીક્ષા સાળા સુંદર તરફથી મળી જાય છે. જો કે મંગળવારનાં એપિસોડમાં દયાનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. દર્શકોને આશા છે કે આજે જેઠાલાલને તેની દયાનો ચહેરો અને ગોકુલધામ સોસાયટીનાં અન્ય સભ્યોને દયાભાભી મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.