T20 World Cup/ સ્કોટલેન્ડ વિરુદ્ધ જીત બાદ વિરાટનો જન્મ દિવસ મનાવતા ટીમ ઈન્ડિયાનો Video Viral

મેચ ખતમ થયા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ભારતીય ક્રિકેટ ટીમનાં ડ્રેસિંગ રૂમનો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટર્સ તેમના કેપ્ટન વિરાટ કોહલીનાં જન્મ દિવસની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે.

Sports
કોહલી જન્મ દિવસ અને ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ 5 નવેમ્બરે પોતાનો 33મો જન્મદિવસ ઉજવ્યો. તેમના જન્મદિવસ પર, ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ વિરુદ્ધની મેચ જીતીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમના ચાહકોએ દિવસભર સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. વળી, મેચ જીત્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમે ડ્રેસિંગ રૂમમાં કેક કાપીને વિરાટ કોહલીનાં જન્મદિવસની ઉજવણી કરી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

આપને જણાવી દઇએ કે, મેચ ખતમ થયા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ભારતીય ક્રિકેટ ટીમનાં ડ્રેસિંગ રૂમનો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટર્સ તેમના કેપ્ટન વિરાટ કોહલીનાં જન્મ દિવસની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી સંપૂર્ણપણે કેકમાં નહાયો છે. તેના માથા પર કેકનો ટૂકડો મૂકવામાં આવ્યો છે. આ સાથે, તેનો પૂરો ચહેરો કેકથી ઢંકાયેલો છે. આ દરમિયાન તે ખેલાડીઓ સાથે મસ્તી પણ કરી રહ્યો છે. સ્કોટલેન્ડને હરાવ્યા બાદ કેપ્ટન કોહલીએ તમામ સાથી ખેલાડીઓ સાથે પોતાના જન્મ દિવસની કેક કાપી હતી. મેન્ટોર માહી પણ કોહલીનાં જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો અને તે વીડિયોમાં કેપ્ટનની બાજુમાં ઉભો જોવા મળ્યો હતો. વળી શમી, ઈશાન કિશન, જાડેજા પણ કોહલીની નજીક દેખાયા હતા. સ્કોટલેન્ડ સામેની મોટી જીતની ખુશી તમામ ખેલાડીઓનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ટીમ માટે કેએલ રાહુલે જોરદાર બેટિંગ કરી અને માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ પણ 16 બોલમાં 30 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે સિક્સર લગાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. 11 સેકન્ડનાં આ વીડિયોમાં વિરાટ કોહલી ઉપરાંત ઈશાન કિશન, ઋષભ પંત અને વરુણ ચક્રવર્તી સાથે ટીમનાં અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાએ આપી કોહલીને જન્મ દિવસની ભેટ, સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવી બનાવ્યો રેકોર્ડ

https://twitter.com/ViratKohlioff/status/1456674544760934403?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456674544760934403%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fbharat.republicworld.com%2Fsports-news%2Ft20-world-cup%2Fvirat-kohlis-birthday-video-of-surfaced-indian-captain-seen-immersed-in-cake

અગાઉ બોલિંગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટીએ મળીને સ્કોટલેન્ડનાં બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. શમી અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે 3.4 ઓવરમાં માત્ર 10 રન આપીને બે વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. જો કે, 7 નવેમ્બરે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દ્વારા ટીમનાં ભાવિનો નિર્ણય થશે. શુક્રવારે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ બેટ અને બોલ બન્ને વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ શાનદાર પ્રદર્શનનાં કારણે ભારતીય ટીમે સ્કોટલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ મેદાન પર પ્રથમ બેટિંગ કરવા આવેલી સ્કોટલેન્ડની ટીમ 17.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 85 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે આ ટાર્ગેટ 6.3 ઓવરમાં બે વિકેટનાં નુકસાને સરળતાથી મેળવી લીધો હતો.