U19 Asia Cup/ અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી ટીમ ઈન્ડિયાએ મેળવી સેમિફાઈનલમાં જગ્યા

UAEમાં ચાલી રહેલા અંડર-19 એશિયા કપમાં સોમવારે ભારતે અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ત્રણ મેચમાં ભારતની આ બીજી જીત છે અને તેની સાથે તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Sports
U19 Asia Cup

પાકિસ્તાનનાં હાથે રોમાંચક મેચમાં બે વિકેટથી હારનો સામનો કર્યા પછી, ભારતીય યુવા ટીમે અદભૂત વાપસી કરીને અફઘાનિસ્તાનને તેની આગામી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા અફઘાનિસ્તાને 259 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, તેમના બેટ્સમેનોનાં શાનદાર પ્રદર્શનનાં આધારે, ભારતીય ટીમે 10 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. અંડર-19 એશિયા કપ 2021માં ટીમ ઈન્ડિયાની 3 મેચમાં આ બીજી જીત છે. બીજી તરફ અફઘાનિસ્તાનને ટૂર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – IND vs SA / પુજારા શું મેદાનમાં પિચ જોવા જ આવ્યા હતા? ફ્લોપ શો યથાવત, શૂન્ય પર આઉટ થઇ પેવેલિયન પરત

UAEમાં ચાલી રહેલા અંડર-19 એશિયા કપમાં સોમવારે ભારતે અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ત્રણ મેચમાં ભારતની આ બીજી જીત છે અને તેની સાથે તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે તેની પ્રથમ મેચમાં UAEને 154 રને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તે પાકિસ્તાન સામે બે વિકેટે હારી ગયું હતું. ત્રણ મેચ બાદ, ભારતનાં હવે ગ્રુપ Aમાં 6 પોઈન્ટ છે અને તે આરામથી સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારતે અફઘાનિસ્તાન તરફથી મળેલા 260 રનનાં ટાર્ગેટને 48.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી હરનૂર સિંહે 74 બોલમાં નવ ચોક્કાની મદદથી 65 રન, રાજ બાવાએ 55 બોલમાં બે ચોક્કાની મદદથી અણનમ 43 અને કેપ્ટન યશ ધુલે 26 રન બનાવ્યા હતા. તેમના સિવાય એ રઘુવંશીએ 47 બોલમાં પાંચ ચોક્કાની મદદથી અણનમ 35, શેખ રશીદે 6, આરાધ્યા યાદવે 12 અને કૌશલ તાંબેએ 29 બોલમાં 4 ચોક્કાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અગાઉ અફઘાનિસ્તાનની અંડર-19 ટીમે 50 ઓવરમાં ચાર વિકેટે 259 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે એજાઝ અહેમદઝાઈએ 68 બોલમાં એક ચોક્કા અને 7 છક્કાની મદદથી અણનમ 86 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન સુલેમાન સૈફીએ 73 અને અલ્લાહ નૂરે 26 રન બનાવ્યા હતા. વળી, મોહમ્મદ ઈશાકે 19 અને ખૈબર વલીએ 12 બોલમાં 4 ચોક્કાની મદદથી અણનમ 20 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો – IND vs SA / ઓપનિંગ જોડીનાં દમ પર ટીમ ઈન્ડિયાની રેકોર્ડ શરૂઆત, રાહુલે ફટકારી ધમાકેદાર Century

ભારત તરફથી રાજવર્ધન, રાજ બાજવા, વિકી અને કૌશલે 1-1 વિકેટ લીધી હતી. સુકાની કાસિમ અકરમનાં ઓલરાઉન્ડ પ્રદર્શન (50 રન, 52 રનમાં 3 વિકેટ)ને કારણે પાકિસ્તાને સંયુક્ત અરબ અમીરાત (UAE)ને તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં 21 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 219 રન બનાવ્યા હતા, જ્યારે UAE 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી.