T20WC2024/ ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં દમદાર એન્ટ્રીઃ ભારતે સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું

બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તેનો મુકાબલો ટાઈટલ ટક્કર દક્ષિણ આફ્રિકા સામે થશે.

Top Stories Breaking News Sports
Beginners guide to 18 2 ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં દમદાર એન્ટ્રીઃ ભારતે સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું

ગયાનાઃ બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તેનો મુકાબલો ટાઈટલ ટક્કર દક્ષિણ આફ્રિકા સામે થશે. ભારતે 2022 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હારનો હિસાબ પણ સર કરી લીધો છે. બે વર્ષ પહેલા ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું.

172 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડના બેટ્સમેનો કોઈ મોટી ભાગીદારી કરી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની અડધી ટીમ 50 રનમાં આઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાની જીત માત્ર ઔપચારિકતા રહી ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 103ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે સૌથી વધુ વિકેટ લીધી, આ બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. ફાઇનલ બ્રિજટાઉન (બાર્બાડોઝ)માં 29 જૂને રમાશે.

 

ભારતીય ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તે 2007 અને 2014માં પણ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 2007ની આવૃત્તિમાં પણ ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. હવે ભારત પાસે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની તક છે. જો ભારતીય ટીમ ટાઈટલ જીતશે તો 11 વર્ષનો દુષ્કાળ પણ ખતમ થઈ જશે. ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

સેમિફાઇનલ મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે લાચાર દેખાતા હતા. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલની શાનદાર બોલિંગે અંગ્રેજોને દંગ કરી દીધા હતા. ઈંગ્લેન્ડ માટે માત્ર હેરી બ્રુક (25 રન), જોસ બટલર (23 રન), જોફ્રા આર્ચર (21 રન) અને લિયામ લિવિંગસ્ટોન (11 રન) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને બે વિકેટ મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડના બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા.

સૂર્ય-રોહિતે ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા વિરાટ કોહલી (9)ને રીસ ટોપલીએ બોલ્ડ કર્યો હતો. ત્યારપછી રિષભ પંત (4)ને સેમ કુરાને પેવેલિયન મોકલ્યો હતો. 40 રનમાં બે વિકેટ પડી ગયા બાદ કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ઇનિંગની જવાબદારી સંભાળી હતી. રોહિત અને સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમ સારા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પંહોચ્યુ

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવને લાગ્યો જટકો! ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ટી20માં નંબર 1નું સ્થાન છીનવી લીધું 

આ પણ વાંચો: નીતા અંબાણી “ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતની હરણફાળને પ્રતિબિંબિત કરશે”