Not Set/ Googleએ “ટાઈટન સિક્યોરીટી કી” નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

નવી દિલ્હી, દુનિયાભરમાં સર્ચ એન્જીન તરીકે ઓળખાતું “ગૂગલ” હંમેશા પોતાની અવનવી ટેકનોલોજી સાથે અપગ્રેડ થતું રહે છે, ત્યારે હવે આ જ પ્રકારે કંપની દ્વારા એક સિક્યોરીટી કી લોન્ચ કરાઈ છે. ગૂગલ દ્વારા લોન્ચ કરાયેલી આ સિક્યોરીટી કી ઓનલાઈન થતા સાઈબર એટેકથી બચવા ખુબ મદદરૂપ થશે. જો કે હાલમાં આ સુવિધા શરૂઆતી સમયમાં કલાઉડ કસ્ટમર્સ માટે […]

Trending Tech & Auto
shutterstock 210799822 Googleએ "ટાઈટન સિક્યોરીટી કી" નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

નવી દિલ્હી,

દુનિયાભરમાં સર્ચ એન્જીન તરીકે ઓળખાતું “ગૂગલ” હંમેશા પોતાની અવનવી ટેકનોલોજી સાથે અપગ્રેડ થતું રહે છે, ત્યારે હવે આ જ પ્રકારે કંપની દ્વારા એક સિક્યોરીટી કી લોન્ચ કરાઈ છે.

ગૂગલ દ્વારા લોન્ચ કરાયેલી આ સિક્યોરીટી કી ઓનલાઈન થતા સાઈબર એટેકથી બચવા ખુબ મદદરૂપ થશે. જો કે હાલમાં આ સુવિધા શરૂઆતી સમયમાં કલાઉડ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ થશે અને આ ફિચર્સનું વેચાણ ટુંક જ સમયમાં ગૂગલ સ્ટોર મારફતે કરવામાં આવશે.

170509 securitykeys 1 100722022 large Googleએ "ટાઈટન સિક્યોરીટી કી" નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

ગૂગલે આ ટાઈટન સિક્યોરીટી કીના ૨ વેરિએન્ટ લોન્ચ કર્યા છે. જેમાં એક ડિવાઈસ બ્લુટુથ અને NFCને સપોર્ટ કરશે, જયારે બીજા ડિવાઈસમાં USB પોર્ટ આપવામાં આવશે જે કમ્પ્યુટર અને લેપટોપ માટે હશે.

કંપનીના એક રિપોર્ટ મુજબ, ગૂગલ ઓફિશિયલ સિક્યુરિટી કીના કારણે ૧ વર્ષમાં ૮૫ હજાર ગુગલના કર્મચારીઓ ફિશિંગ એટેકથી બચ્યા છે.

google titan security key Googleએ "ટાઈટન સિક્યોરીટી કી" નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

ગૂગલ કલાઉડના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર જેનિફર લીને પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે પહેલાથી જ સલામતી માટે સિક્યોરીટી કીના ઉપયોગ માટે તરફેણ કરતા આવ્યા છીએ, જેમાં કલાઉડ એડમીન આ માધ્યમથી સાઈબર એટેકથી બચી શકે છે”.

શું છે સિક્યોરિટી કી ફિચર્સ :

usb security key google Googleએ "ટાઈટન સિક્યોરીટી કી" નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

આ ડિવાઈસ સામાન્ય પેન ડ્રાઈવ જેવું જ લાગે છે અને આ ટુ સ્ટેપ વેરિફિકેશનની જેમ જ હોય છે. આ કીને તમે ઓનલાઈન ખરીદી શકો છો અને જેની કિમત ૧૫૦૦ રૂપિયાથી શરૂ થાય છે.

સિક્યોરિટી કીને તમે ત્યાં વાપરી શકો છો, જે એકાઉન્ટમાં સિક્યોરીટી કી નો ઓપ્શન જોડાયેલો હોય છે. આ ઉપરાંત ફેસબુક સાથે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

000001 Googleએ "ટાઈટન સિક્યોરીટી કી" નામનું નવું ફિચર્સ કર્યું લોન્ચ, જાણો શું છે આ ખાસ નવું નજરાણું

આ રીતે કરી શકાશે ઉપયોગ :

ગૂગલ સિક્યોરીટી કીને તમારા અકાઉન્ટ સાથે એડ કરવાની હોય છે. ઉદાહરણ તરીકે તમે ફેસબુક સાથે સિક્યોરીટી કીને જોડી લીધું છે તો આઈડી અને પાસવર્ડ બાદ તમારે કમ્પ્યુટરમાં સિક્યોરીટી કી લગાડવાની રહેશે. એટલે જો કોઈને તમારો પાસવર્ડ ખબર હશે તો પણ એ તમારું અકાઉન્ટ ખોલી શકશે નહી.

આ માટે હશે ટુ સ્ટેપ વેરિફિકેશન :

આ એક એક્સ્ટ્રા સિક્યોરીટી ફિચર્સ છે. જેમાં એકાઉન્ટમાં લોગ ઇન કરતા પહેલા માત્ર પાસવર્ડ જ નહી પણ એક પીનની પણ જરૂર હોય છે. ત્યારબાદ જ તમે આ કીને કોઈ પણ ડિવાઈસ સાથે એક્સેસ કરી શકો છો.