Not Set/ સેમસંગ દ્વારા Gear IconX 2018 કરાયું લોન્ચ, જાણો આ ડિવાઈસના ફિચર્સ

નવી દિલ્હી, દક્ષિણ કોરિયાઈ ટેકનોલોજી દિગ્ગજ કંપની સેમસંગ દ્વારા નવું એક Gear IconX 2018ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા આ ડિવાઈસની કિંમત ૧૩,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે. Gear IconX એ એક વાયરલેસ ઈયરબડ છે અને આ ડિવાઈસમાં ૪ GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે તેમજ એક સાઉન્ડ ફંક્શન પણ આપવામાં આવ્યો છે. ગ્રાહકોને […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

દક્ષિણ કોરિયાઈ ટેકનોલોજી દિગ્ગજ કંપની સેમસંગ દ્વારા નવું એક Gear IconX 2018ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા આ ડિવાઈસની કિંમત ૧૩,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે.

Gear IconX એ એક વાયરલેસ ઈયરબડ છે અને આ ડિવાઈસમાં ૪ GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે તેમજ એક સાઉન્ડ ફંક્શન પણ આપવામાં આવ્યો છે. ગ્રાહકોને આ ડિવાઈસ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. ગ્રાહકો સેમસંગના આ નવા ડિવાઈસને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમમાં ખરીદી શકે છે.

આ ઈયરબડમાં મ્યુઝિક વાયરલેસ દ્વારા અથવા તો સ્માર્ટફોન અને PCમાં કેબલ દ્વારા લોડ કરી શકાય છે. જયારે આ ડિવાઈસ તમારા મોબાઈલ કે PC સાથે કનેક્ટ થઇ જશે, ત્યારબાદ તમે મ્યુઝિકનો આનંદ માની શકો છો.

સેમસંગ દ્વારા લોન્ચ કરાયેલા આ ડિવાઈસની કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો, આ બડ દ્વારા યુઝર્સ કોલ રિસીવ પણ કરી શકે છે અને વોયસ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે.

Gear IconXમાં USB 2.0 અને બ્લુટુથ 4.2નું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.. સાથે સાથે આ ડિવાઈસમાં એક્સીલેરોમીટર અને પ્રોક્સીમિટિ સેન્સર પણ અપાયું છે.

કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, Gear IconXમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીનો દાવો છે કે, આ ડિવાઈસમાં સિંગલ ચાર્જ બાદ સતત ૫ કલાક સુધી યુઝર્સ મ્યુઝિકનો આનંદ માની શકે છે.

આ ઉપરાંત સેમસંગ Gear IconXમાં એક્ટીવિટિ ટ્રેકિંગ ફિચર્સ પણ ઇનબિલ્ટ છે, જેના દ્વારા ઈયરબડ ઘણા પ્રકારના ફિટનેસ રેકોર્ડ ટ્રેક કરી શકે છે.