નવી દિલ્હી,
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની VIVO ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ માટે મીડિયા ઇન્વાઇટ મોકલવામાં આવી રહ્યા છે અને જેમાં લખવામાં આવ્યું છે Experience the 11..જેનો મતબલ એ છે કે, કંપની ભારતમાં vivo v11 લોન્ચ કરી શકે છે.
જો કે હાલમાં જ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન લીક થયા હતા, તેના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે, વિવો v11 જોવામાં Oppo R17 જેવો જ હોઈ શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, Vivo V11માં એજ ટુ એજ ડિસ્પ્લે આપવામાં આવી છે અને oppo F9 સાથે મળતી વોટરડ્રોપ સ્ક્રીન પણ અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિયતનામમાં OPPO F9 રજુ કરવામાં આવ્યો હતો, જેમાં નાની સાઈઝમાં નોચ છે જે નોચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનથી સારો જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા તેને વોટર ડ્રોપ ડિસ્પ્લે નામ આપ્યું છે.
વિવો દ્વારા ચાલુ વર્ષની શરૂઆતમાં ફૂલ વ્યુ ડિસ્પ્લે સાથે વિવો V9 લોન્ચ કર્યો હતો. જેમાં ૬ GB રેમ અને ૧૨૮ GB ઇન્ટરનળ મેમરી આપવામાં આવી હતી.
ફોટોગ્રાફી માટે આ મોબાઈલમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવી શકે છે અને એમાં કંપની અંદર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપી શકે છે. કારણ કે કંપની દ્વારા બંને હાઈ એન્ડ સ્માર્ટફોનમાં અન્ડર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોનના ડ્યુઅલ કેમેરા સેટઅપમાં પહેલું સેન્સર ૧૨ મેગાપિક્સેલ જયારે બીજો ૫ મેગાપિક્સેલનું હશે. આ જ પ્રકારનો કેમેરો VIVO Nexમાં આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં ૨૫ મેગાપિક્સેલનો કેમેરો આપી શકે છે.
આ સ્માર્ટફોનમાં Android 8.1 Oreo પર આધારિત Funtouc OS આપવામાં આવશે અને તેની બેટરી 3400 mAhની હશે.
