Vaccine/ ભારતમાં ઉત્પાદિત કોરોના રસીને કટોકટીના ઉપયોગ માટે WHOનું ગ્રીન સિગ્નલ

ટેડ્રોસ અધનોમ ઘેબરેસિઅસે જણાવ્યું હતું કે આ રસીઓમાંથી એક કોરિયા રિપબ્લિકમાં એસ.કે. બાયો દ્વારા બનાવવામાં આવે છે અને બીજું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે.

World
જેલ 19 ભારતમાં ઉત્પાદિત કોરોના રસીને કટોકટીના ઉપયોગ માટે WHOનું ગ્રીન સિગ્નલ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ સોમવારે કટોકટીના ઉપયોગ માટે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા રસીના બે સંસ્કરણોને મંજૂરી આપી છે. આ સાથે, રોગચાળાને પહોંચી વળવા માટે ડબ્લ્યુએચઓની મદદથી, વિશ્વના દેશોમાં લાખો ડોઝ પહોંચવામાં આવશે.

ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબરેસિઅસે જણાવ્યું હતું કે ‘આજે ડબ્લ્યુએચઓએ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા રસીના બે સંસ્કરણોને કટોકટીના ઉપયોગની સૂચિમાં ઉમેર્યા છે, ડબ્લ્યુએચઓ તરફથી ગ્રીન સિગ્નલ મેળવ્યા બાદ રસીને કોવોક્સ'(COVAX)ના માધ્યમથી વૈશ્વિક સ્તરે આગળ ધપાવી શકાય છે. ‘

ટેડ્રોસ અધનોમ ઘેબરેસિઅસે જણાવ્યું હતું કે આ રસીઓમાંથી એક કોરિયા રિપબ્લિકમાં એસ.કે. બાયો દ્વારા બનાવવામાં આવે છે અને બીજું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડની કોવિડ -19 રસીને ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી મળતા, હવે ગરીબ દેશોમાં તેની પહોંચ સુનિશ્ચિત કરવામાં સક્ષમ બનશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ