telangana news/ તેલંગાણા ટનલ રેસ્ક્યુ : સરંગમાં ફસાઈ ગયેલા 8 શ્રમિકોનું લોકેશન હજી મળ્યું નથી, બચાવમાં અવરોધો

કામદારો સુરંગની અંદર અંદાજે  ૧૩.૫ કિલોમીટર અંદર ફસાયેલા છે

Top Stories India Breaking News

Telangana News : તેલંગાણામાં ફસાયેલા કામદારોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે તેઓ ક્યાં ફસાયા છે તેનું લોકેશન હજી મળ્યું નથી.   તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની નિર્માણાધીન સુરંગમાં ફસાયેલા આઠ કામદારો ફસાયા છે. જોકે, બચાવ કામગીરી હજુ પણ પડકારોથી ભરેલી છે કારણ કે ટનલ પાણીથી ભરેલી છે અને તેની છત બે વાર તૂટી પડી છે.

જેને પગલે ઘટનાસ્થળે હાજર બચાવ ટીમ અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કામદારો સુધી પહોંચવા માટે પહેલા પાણી કાઢી નાખવું પડશે. આ ટનલ કૃષ્ણા નદીના પાણીને નાલગોંડા જિલ્લામાં વાળવા માટે બનાવવામાં આવી રહી હતી અને આ પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યો છે.

બચાવ ટીમે કહ્યું કે સૌ પ્રથમ ટનલમાં ભરાયેલા પાણીને દૂર કરવું પડશે, જેથી આગળનું કામ શરૂ કરી શકાય. આ માટે ૧૦૦ હોર્સપાવર અને ૭૦ હોર્સપાવરના બે પંપ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા પાણી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટનલની આસપાસ પાણી હતું, અને તે ઉપરની ટેકરીઓમાંથી સતત અંદર ટપકતું હતું. આ લીકેજને રોકવા માટે બનાવવામાં આવેલી ટનલની છત તૂટી પડી હતી. જેના કારણે આ અકસ્માત થયો.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે કામદારો સુરંગની અંદર અંદાજે  ૧૩.૫ કિલોમીટર જેટલા અંદર ફસાયેલા છે. આ ટનલનો વ્યાસ ૯.૫ ફૂટ છે, જે તેને એક વિશાળ માળખું બનાવે છે. બચાવકર્તાઓએ જણાવ્યું હતું કે પાણી ઓસરી ગયા પછી, ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરીને લોકોને સુરંગની અંદર મોકલવાની યોજના છે. આ ઉપરાંત, ડ્રોનની મદદથી ટનલની અંદરનો સર્વે કરવામાં આવશે, જેથી અંદર જતા કર્મચારીઓને બિનજરૂરી જોખમોથી બચાવી શકાય.

બચાવ કામગીરીમાં બીજો મોટો પડકાર એ છે કે ટનલની ઉપર ખડકોની જાડી ચાદર છે, જેના કારણે ડ્રિલિંગ દ્વારા કામદારો સુધી પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલની છત તૂટી પડવાની ઘટનાઓ બે વાર બની છે, જેના કારણે તેની સ્થિરતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. ઘટના સમયે સુરંગમાં કુલ ૫૦ લોકો હતા, પરંતુ પ્રથમ ખડક ધસી પડ્યા બાદ ૪૨ લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતા. જોકે, જ્યારે તેઓ પીછેહઠ કરી રહ્યા હતા, ત્યારે લગભગ 150 મીટર દૂર બીજો એક ખડક ધસી પડ્યો, જેમાં આઠ કામદારો અંદર ફસાઈ ગયા.

ફસાયેલા કામદારોની ઓળખ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબના નાગરિકો તરીકે થઈ છે . ઉત્તર પ્રદેશથી મનોજ કુમાર અને શ્રી નિવાસ, ઝારખંડથી સંદીપ સાહુ, જગતા જયસ, સંતોષ સાહુ અને અનુજ સાહુ, જમ્મુ અને કાશ્મીરથી સન્ની સિંહ અને પંજાબથી ગુરપ્રીત સિંહ. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલની અંદર વેન્ટિલેશન સિસ્ટમ કામ કરી રહી છે, જેના કારણે કામદારોને પૂરતો ઓક્સિજન મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, ‘આ મૃત્યુ કુંભ છે’

આ પણ વાંચો: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું : મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી,પ્રયાગરાજનાં 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યું

આ પણ વાંચો: 21 થી 25 ફેબ્રુઆરી સુધી મહાકુંભ માટે 8 ખાસ ટ્રેનો દોડશે, સમયપત્રક અને રૂટ નોંધી લો