કોલકાતા,
શારદા ચીટફંડ મામલે સીબાઇઆઇના અધિકારીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીએ મોડી રાત્રે ધરણા કર્યા. જે હજી પણ યથાવત્ રહ્યા છે. મમતા બેનર્જીનું કહેવું છે કે, બંધારણનું રક્ષણ કરવા માટે સરકારનું આ પ્રદર્શન છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે વાતચીત કરી. અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પણ મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી. આ જોતા કહીં શકાય છે કે મમતાને વિપક્ષનો સંપૂર્ણ સહયોગ છે.
#WATCH West Bengal Chief Minister Mamata Banerjee continues dharna over CBI issue after a short break early morning. West Bengal CM began the 'Save the Constitution' dharna last night. #Kolkata pic.twitter.com/DBoS0GC1MJ
— ANI (@ANI) February 4, 2019
દેશના ઇતિહાસમાં કદાચ આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાના પાંચ અધિકારીઓને કોઈ રાજ્યની પોલીસે અટકાયતમાં લીધા હોય. હવે આ લડાઇ પશ્ચિમ બંગાળ વિરુદ્ધ કેન્દ્ર સરકારની બની ગઈ છે. જ્યારે સીબીઆઈના વચગાળાના વડા એમ નાગેશ્વર રાવે કહ્યું છે કે, તેઓ આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જશે.
TDPના સાંસદ પણ કરશે પ્રદર્શન
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમના બધા સાંસદોને આદેશ આપ્યો છે કે તે સંસદની બહાર અને અંદર આ મુદ્દા પર પ્રદર્શન કરો. તેમણે રાહુલ ગાંધી, એચડી દેવગૌડા, અરવિંદ કેજરીવાલ સહિત વિરોધ પક્ષના અન્ય નેતાઓ સાથે વાત કરી. નાયડુ આજે રાજધાની દિલ્હી પણ આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવે પછી વિપક્ષના નેતાઓ આગળની વ્યૂહરચના પર કામ કરે છે.
West Bengal Chief Minister Mamata Banerjee at 'Save the Constitution' dharna in #Kolkata. She has been staging dharna since last night over CBI issue. pic.twitter.com/rFLuBIghfs
— ANI (@ANI) February 4, 2019
દિલ્હીના સીએમ કેજરીવાલ પણ મમતા બેનર્જીની મુલાકાતે લેવાના છે. તો બીજી તરફ પ્રશ્ચિમ બંગાળનું આજથી બજેટ સત્ર શરૂ થવાનું છે. પરંતુ મમતા બેનર્જીના ધરણા યથાવત હોવાથી મમતા વિધાનસભા ઘટના સ્થળેથી જ સંબોધન કરશે.
CBI Interim Director M Nageshwar Rao: Tomorrow the CBI will approach the Supreme Court on the matter as the West Bengal police is not cooperating. pic.twitter.com/up2NjMuoPI
— ANI (@ANI) February 3, 2019
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત શારદા ચિટફંડ ગોટાળાની તપાસ માટે સીબાઆઇની ટીમ ગઇ હતી. આ દરમિયાન સીપીના ઘરની બહાર હાજર બન્ને ડીસીપીએ સીબાઆઇ પાસે વોરંટ માગ્યું હતું. જ્યાં સીબીઆઇની ટીમ અને બંગાળની પોલીસ વચ્ચે તકરાર થતાં સીબીઆઇની ટીમની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇની ટીમનું કહેવું છે કે, બંગાળની પોલીસે અમને તપાસ કરતા રોક્યા છે અને પુરાવનો નાશ થાય તે અંગે ભય છે. જો કે આ ઘટના બાદ મુખ્ય મંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસી ગયાં હતા. જે હજું પણ યથાવત્ છે.
