Sabarkantha News/ સાબરકાંઠામાં વન વિભાગનાં કર્મચારીઓનો આતંક, પોલીસ ફરિયાદ નોંધાઈ

પોલીસે પ્રોહિબિશન અને હુમલાની બે અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ચેકપોસ્ટ પર વનવિભાગના (Forest officer) કર્મચારીઓનો આતંક જોવા મળ્યો હતો. વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર 108ના ડ્રાઈવર અને કર્મચારી પર RFOએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠામાં વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર વનવિભાગના કેટલાક કર્મીઓએ વાહનચાલકોને ચેકપોસ્ટ પર રોકીને હેરાન કરતા હતા. વાહનચાલકો હેરાન થતાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. દર્દીને હોસ્પિટલ મુકીને પરત ફરેલ 108ના ચાલક અને કર્મચારી પર આરએફઓએ હુમલો કર્યો હતો.

ફરિયાદમાં નોંધાયું છે કે એમ્બ્યુલન્સ ચાલક પરત ફરી રહ્યા હતા દરમિયાન રસ્તા પર બેરીકેડ મૂક્યા હોવાથી તેને ખસેડવાનું કહેતા વન વિભાગના કર્મચારીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં 108માંથી નીચે ઉતરતા જાતે ખસેડવા જતા ઢોર માર માર્યો હતો.  અન્ય કાર ચાલકે દરમિયાનગીરી કરી તો તેને પણ લાકડી વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરએફઓ જયેન્દ્ર વાઘેલા અને વનરક્ષક સહિત ત્રણ કર્મીઓ હુમલો કર્યો હોવાનું ખુલ્યુ છે. પોલીસે પ્રોહિબિશન અને હુમલાની બે અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો (Attack) કરવામાં આવ્યો છે. અસારવા સિવિલ (Asarva Civil) ની કેન્સર હોસ્પિટલ (Cancer Hospital)ના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર (Ashapura Parlour) માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ તરીકે ઊભેલા 5-6 લોકોએ તેને લાકડીઓ અને પાઇપ વડે માર માર્યો હતો. પોલીસ તરીકે દેખાતા લોકોએ વૃદ્ધો અને મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચા પીવા બાબતે ઝઘડો થયો હોવાની આશંકા હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલકાતાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમદાવાદમાં ડોક્ટર પર હુમલો

આ પણ વાંચો: અમદાવાદમાં વધી ગુનાખોરી, ઠગાઈ અને હુમલો થયાની ફરિયાદમાં થયો વધારો

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો