Not Set/ દીપડાથી હાહાકાર, 3 વર્ષીય બાળક અને 8 વર્ષીય બાળકી પર હુમલો

ગુજરાત, દિવસે-દિવસે દીપડાના આતંકની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં બે જગ્યાએ દીપડાએ આતંક મચાવ્યો હતો. છોટાઉદેપુરના જેતપુરના બાંડી ગામે આધેડ પર હુમલો કર્યો હતો. આધેડ પર હુમલો થતાં તેમને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આધેડે બુમાબમ કરતાં લોકો દોડી આવ્યા હતા. જેથી દીપડો ભાગી ગયો હતો. ત્રણ દિવસમાં […]

Top Stories Gujarat Others Videos
mantavya 135 દીપડાથી હાહાકાર, 3 વર્ષીય બાળક અને 8 વર્ષીય બાળકી પર હુમલો

ગુજરાત,

દિવસે-દિવસે દીપડાના આતંકની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં બે જગ્યાએ દીપડાએ આતંક મચાવ્યો હતો. છોટાઉદેપુરના જેતપુરના બાંડી ગામે આધેડ પર હુમલો કર્યો હતો. આધેડ પર હુમલો થતાં તેમને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આધેડે બુમાબમ કરતાં લોકો દોડી આવ્યા હતા. જેથી દીપડો ભાગી ગયો હતો. ત્રણ દિવસમાં દીપડાએ ચાર લોકોને નિશાન બનાવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

ત્યારે બીજી ઘટના છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક બાંડી ગામે બની હતી. 3 વર્ષીય બાળક અને 8 વર્ષીય બાળકી પર હુમલો કરાયો હતો. ત્યારે હુમલામાં ત્રણ વર્ષિય બાળકનું મોત નીપજ્યુ હતુ. અન્ય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

એક કલાકમાં બાળકો પર દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ છવાયો હતો. ત્યારે રાજકોટના જેતપુર તાલુકાના ખીરસરા અને થાનગલોલ ગામની સિમના ખેતરોમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપેલ છે. સિમમાં છેલ્લા 8-10 દિવસ થી દીપડો દેખાઇ રહ્યો છે.

ત્યારે દીપડાએ એક શ્વાનનું પણ મારણ કર્યુ હતુ. દીપડાના ભયથી ખેતરોમાં કામ કરવાનું બંધ કરાયુ અને જ્યાં સુધી દીપડો પકડાય ન જાય ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવ્યુ છે. ત્યારે ચોથી ઘટના સુરેન્દ્રનગરના ચોટીલામાં બની હતી.

ફરી એક વખત દીપડો નજરે ચડ્યો હતો. જેથી લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ચોટીલાના માડવ જંગલ તરફથી દીપડો પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન દરગાહના સીસીટીવી કેમેરામાં દિપડો કેદ થયો હતો.