Ahmedabad News: અમદાવાદના રસ્તાઓ પર નવા જ પ્રકારના આતંકવાદીઓ જોવા મળી રહ્યા છે. આ છે નવા-નવા રૂપિયાના જોરે છકી ગયેલા નબીરાઓ. આ નબીરાઓ બેખોફ છે, બાપના રૂપિયાની તાકાતથી મગરૂર છે. તેમને કોઈ કહેનાર નથી. તેના પગલે તે રસ્તા પર બ્લેક ફિલ્મ લગાવી નંબર વગરની પ્લેટવાળી કારથી બેફામ કાર દોડાવી રીતસરનો આતંક મચાવે છે. બાપના રૂપિયે તાગડધિન્ના કરતા આ હરામખોરોને કોઈ પૂછનાર નથી.
પોલીસને તો રીતસરના આ હરામખોરોએ ખરીદી લીધી છે. રસ્તા પર ફરતા આ ગાડીધારી આતંકવાદીઓની સામે કોઈ આકરી કાર્યવાહી થઈ રહી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદ હજી પણ તથ્ય પટેલ જેવા બીજા કાંડની રાહ જોઈ રહ્યુ છે. રસ્તા પર રખડતા આ હરામખોરોએ રીતસરનો પોલીસને પડકાર ફેક્યો છે કે કોના બાપની તાકાત છે કે અમને કંઇક કરી શકે. પોલીસના બાપની પણ તાકાત નથી કે અમારું કંઈ ઉખાડી શકે, બધી પોલીસને અમે બાપના પૈસાની તાકાતના ખિસ્સામાં લઈ ફરીએ છીએ.
રસ્તા પર આ લોકો જ્યારે રેસ લગાવે છે ત્યારે પોલીસ કે પોલીસના વેશમાં બેઠેલા લોકો ત્યાં તેઓની વાહ-વાહ કરીને તેઓને પારો ચઢાવે છે. આ જાણે નવી ચાપલૂસોની ફોજ તેમણે રૂપિયાના જોરે ઊભી કરી દીધી છે. આ હરામખોર નબીરાઓએ એસજી હાઇવે જાણે તેમના બાપનો હોય તેમ બાનમાં લઈ લીધો છે. તેઓને ખબર પડવી જોઈએ કે ગાડી તેમની છે, આ રસ્તો તેમના બાપનો નથી કે તેઓ આ આ રીતે ટ્રાફિકના નિયમોને મૂકીને ગાડી ચલાવે. તેઓએ આ રીતે ગાડી ચલાવવી હોય તો તેમના બાપને કહે કે તેના માટે તેમને રસ્તા બનાવી આપે. તેમના માટે બીજો કોઈ શહેરીજનનો જીવ જોખમમાં ન મૂકે.
તથ્યકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે હાઇવે પર લગાવવા માટે આપેલા બધા ચેતવણીજનક સંકેતો હાઇવે પર વહેલા લોકોના લોહીની જેમ જ વહી ગયા છે. આ હરામખોર નબીરાઓને ગાડી આપતા તેમના હરામખોર માબાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર તેમની એકલાની જ ઓલાદો ફરતી નથી, બીજાની પણ છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે કંઈ તમારા સંતાનોની ગાડીઓ નીચે આવીને કચડાઈ જવા માટે જન્મ લીધો નથી. આ તેમને ભારતીય બંધારણે આપેલો અધિકાર છે. તે તમારી ગાડીઓના પૈડા નીચે કચડાઈ નહીં શકે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આઇકોનિક રોડ પર નબીરાઓનો આતંક
આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાઓનો આતંક યથાવત,સોલા ભાગવત પાછળ નબીરાએ બેફામ કાર હંકારી
આ પણ વાંચો: ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનારા નવ નબીરાઓની કાર સહિત ધરપકડ
