ત્યારે પંજાબ ના ગુરદાસથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 4 મેના રોજ રાત્રે કેટલાક યુવકોએ સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી ગુરમીત સિંઅ સહિત પોલીસ અધિકારીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. 4 મેના રોજ રાત્રે ગુરદાસપુર બાયપાસ આવેલી હોટલ ગ્રાંડની બહાર એક ગાડી જોવા મળી હતી. પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા પંજાબ વિસ્તારમાં હાલમાં હાઇ એલર્ટની સ્થિતિ છે કારણ કે વિદેશોમાં બેઠેલા આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ISI આતંકવાદી ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદીઓ સાથે મળીને ભારતમાં એક મોટા કાવતરાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
વધુ વિગત અનુસાર ફાયરિંગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે ગાડી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. પરંતુ યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં 5 યુવકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે યુવકોની ઓળખ ગુરૂવારે રાત્રે કરવામાં આવી હતી. જોકે તે હજુ પણ પોલીસની પકડ બહાર છે. ગુરમીત સિંહે પોતાના સાથી કરનેલ સિંહને ગાડી સહિત યુવકોની ચેકિંગ માટે મોકલ્યા. જેવા જ કરનેલ સિંહ ગાડી તરફ આગળ વધ્યા તો તેમાં સવાર યુવકોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું અને ભાગવા લાગ્યા હતા. સુરક્ષા એજન્સીઓ માટે આ કેસમાં ચિંતાની વાત એટલા માટે છે કે ગુરૂવારે હરિયાણાના કરનાલથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 4 આતંકવાદી પકડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્રારા પંજાબમાં મોટી માત્રામાં હથિયાર, ડ્રગ્સ, પૈસા અને દારૂગોળો ભારતમાં પોતાના સ્લિપર સેલ સુધી પહોંચાડ્યો છે. તેમાં સૌથી મોટી ભૂમિકા આતંકવાદી હરિંદર ઉર્ફ રિંદાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : સુરતની ગ્રીષ્માને મળ્યો ન્યાય પણ સમાજની આ નબળી માનસિકતાને ફાંસી ક્યારે ?
