મૃતદેહ/ બકસરના ગંગા કિનારે મળેલા 71 મૃતદેહનો પોસ્ટમોર્ટમ થયો નથી,દફનાવવામાં આવ્યા

71 મૃતદેહને દફનાવવામાં આવ્યા

India

બકસર જિલ્લાના ચૈાસા ઘાટ પાસે ગંગા નદી પાસે 71 મૃતદેહો મળી આવ્યા હતા.આ તમામ મૃતદેહ એટલા સડી ગયા હતા કે તેમના પોસ્ટમોર્ટમ કરી શકાયા નથી.તમામ મૃતદેહને ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતાં.પરતું તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના લીધે કોવિડ ટેસ્ટ અન જરૂર પડે તો ડીએનએ ની તપાસ થઇ શકે.આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. આ કાર્યવાહી દરમિયાન ડીએમ અમન સમીર અને એસપી નીરજ કુમાર હાજર રહ્યા હતાં.

આ કાર્યવાહી બાદ ઉચ્ચ અધિકારીઓએ બતાવ્યું કે એમે ગંગા નદીના ઘાટ પર સિકિયુરીટી વધારી દીધી છે.જિલ્લા પ્રશાસને કેટલાક ફોટા અને વીડિયો જારી કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ મૃતદેહ યુપીથી આવી રહ્યા છે. આ ઘાટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને કોઇને પણ મૃતદેહ ને નદીમાં પધરાવવાની મજૂંરી હાલ પુરતી આપવામાં આવશે નહી.