Not Set/ આ એક્ટરને બિગ બોસના ઘરમાંથી કરાયો હોસ્પિટલમાં દાખલ, જાણો કેમ

રાકેશ તાજેતરમાં જ બિગ બોસ માં પ્રવેશ્યો હતો, તેની એન્ટ્રીથી સૌથી વધુ ખુશ તેની કથિક ગર્લફ્રેન્ડ શમિતા  શેટ્ટી હતી. બંનેને શોની અંદર ડેટ પર મોકલવામાં આવ્યા હતા.

Entertainment
બિગ બોસ

બિગ બોસ 15ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર રાકેશ બાપટને ઘરમાં આવ્યાના થોડા દિવસો જ થયા હતા કે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ઘરમાં રાકેશની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેને કિડનીમાં પથરીની ફરિયાદ છે, જેના કારણે તેને અચાનક દુખાવો થવા લાગ્યો. બગડતી તબિયત જોઈને બિગ બોસ ના ઘરમાં હાજર ડોક્ટરોએ રાકેશને શોમાંથી બહાર નીકળીને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :અફસાના ખાને પોતાને ચાકુ મારવાનો કર્યો પ્રયાસ, મેકર્સે કરી આ કાર્યવાહી

રાકેશ તાજેતરમાં જ બિગ બોસ માં પ્રવેશ્યો હતો, તેની એન્ટ્રીથી સૌથી વધુ ખુશ તેની કથિક ગર્લફ્રેન્ડ શમિતા  શેટ્ટી હતી. બંનેને શોની અંદર ડેટ પર મોકલવામાં આવ્યા હતા. જ્યાં વિશાલ કોટિયન અને જય ભાનુશાળીએ ખાસ ચાઈનીઝ ફૂડ બનાવ્યું હતું. બંનેએ ડેટનો ભરપૂર આનંદ માણ્યો. સાથે જ શમિતા માટે રાકેશ સૌથી મોટો આધાર હતો. પરંતુ શમિતા શોમાંથી બહાર થવાથી ખૂબ જ દુઃખી છે.

https://www.instagram.com/p/CWBQoFutDOX/?utm_source=ig_web_copy_link

રાકેશ બાપટ ફિલ્મ સિટીમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, જ્યાં બિગ બોસ 15નો સેટ બનાવવામાં આવ્યો છે. અમારા સહયોગી ઈટાઈમ્સે ચેનલનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે પણ રાકેશ બાપટ ઘર બહાર ગયો હોવાની વાત સ્વીકારી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘તમે જ્યાં સુધી એપિસોડ નહીં જુઓ ત્યાં સુધી અમે આ વિશે તમે કંઈ કહી શકીએ નહીં. ગંભીર સ્થિતિ જેવું કંઈ નથી. બધું ઠીક થઈ જશે. અમે અત્યારે ખુલાસો કરી શકીએ નહીં’.

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાની સગાઈની વીંટી માટે નિક જોનસે વેચી હતી આ પ્રોપર્ટી, વીંટીની કિંમત જાણો રહી જશો દંગ

શમિતા શેટ્ટી બિગ બોસને ઘણીવાર રાકેશ બાપટને ઘરમાં મોકલવા માટે વિનંતી કરતી જોવા મળી હતી અને જ્યારે તેની એન્ટ્રી થઈ તો તે પોતાના આંસુ રોકી શકી નહોતી.

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની પહેલી મુલાકાત બિગ બોસ ઓટીટીના પ્લેટફોર્મ પર થઈ હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા જોવા મળી, પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. આ દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ પણ લડતા જોવા મળ્યા હતા. પરંતુ શોના છેલ્લા દિવસોમાં તેઓ ફરી એકબીજાની નજીક આવ્યા. આટલું જ નહીં, શોના અંત પછી શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા. હવે ચાહકોને આશા છે કે રાકેશ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે.

આ પણ વાંચો :મુશ્કેલીમાં ફસાયો અલ્લુ અર્જુન, કાનૂની નોટિસ મોકલશે તેલંગાણા RTC

આ પણ વાંચો :આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે કરી લિપલોક કિસ, તો જ્હાનવી કપૂરે ઉડાવી મજાક

આ પણ વાંચો :દિકરી સાથે જીન્સ અને ટી-શર્ટ પહેરી શ્વેતા તિવારીએ કર્યો ધમાકેદાર Dance, જુઓ Video