મુંબઇ
બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા પહેલી હોરર ફિલ્મ પરી આવનારી હોળીના દિવસે એટલે કે 2 માર્ચના રોજ દેશભરમાં રીલીઝ થવા જઈ રહી છે.પરીના રીલીઝ પહેલાં તેના ટીઝર રીલીઝ કરવામાં આવી રહ્યાં છે અને તેને લાખો લોકો પસંદ કરી રહ્યાં છે.અત્યાર સુધી ફિલ્મ પરીના ચાર ટ્રેલર રીલીઝ થઇ ચૂકયા છે અને પાંચમું ટ્રેલર 22 ફેબ્રુઆરીના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે.
The devil arrives this Holi – https://t.co/i4I6GFM1Xw#HoliWithPari @paramspeak @OfficialCSFilms @kriarj @poojafilms
— Anushka Sharma (@AnushkaSharma) February 22, 2018
ફિલ્મ પરીના અગાઉના ટ્રેલર કરતા પણ વધારે ડરામણું આ ટ્રેલર કહી શકાય તેમ છે.આ ટ્રેલરમાં અનુષ્કા શર્મા રાત્રીના સમય એકલી વિરાન જગ્યાએ જઈ રહી છે. આ વિરાન જગ્યામાં એક તળાવ આવેલું છે.અનુષ્કા આ તળાવ પાસે જઈને પોતાની જાતને પાણીમાં જુવે છે અને પાણીમાં અનુષ્કાનો પડછાયો પડતા જ તળાવની બધી જ માછલીઓ એક પછી એક ઉપર આવવા લાગે છે.જો કે બધી માછલીઓ મરેલી જોવા મળે છે. અનુષ્કા શર્માએ તેની આ ફિલ્મનું પાંચમું ટ્રેલર તેના ટ્વિટર એકાઉન્ટ શેર કર્યું હતું.
