Not Set/ ઓટો સેક્ટરમાં મંદી યથાવત, પેસેન્જર વાહનોમાં 31.57 ટકા ઘટ્યુ વેચાણ

દેશમાં મંદી ધીરે ધીરે હવે મોટુ સ્વરૂપ લઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જ્યા દેશમાં અચ્છે દિનનાં વાયદાઓ બતાવવામાં આવ્યા હતા, દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાની વાતો કરવામા આવી હતી ત્યા હવે નોકરીઓ આપવી તો ઠીક પણ હવે લોકોને પોતાની નોકરીથી હાથ ધોવા પડી રહ્યા છે. આજે આવી જ સ્થિતિ ઓટો સેક્ટરમાં જોવા […]

Tech & Auto
Cars 1 1 ઓટો સેક્ટરમાં મંદી યથાવત, પેસેન્જર વાહનોમાં 31.57 ટકા ઘટ્યુ વેચાણ

દેશમાં મંદી ધીરે ધીરે હવે મોટુ સ્વરૂપ લઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જ્યા દેશમાં અચ્છે દિનનાં વાયદાઓ બતાવવામાં આવ્યા હતા, દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાની વાતો કરવામા આવી હતી ત્યા હવે નોકરીઓ આપવી તો ઠીક પણ હવે લોકોને પોતાની નોકરીથી હાથ ધોવા પડી રહ્યા છે. આજે આવી જ સ્થિતિ ઓટો સેક્ટરમાં જોવા મળી રહી છે.

સોસાયટી ઓફ ઓટો મેન્યુફેક્ચર્સ દ્વારા પ્રકાશિત આંકડા મુજબ, ઓગષ્ટ દરમિયાન, તમામ સેગમેન્ટ્સનાં પેસેન્જર વાહનોમાં 31.57 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જ્યારે કોમર્શિયલ વાહનોમાં 38.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓગષ્ટ મહિનામાં વેચાણમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટુ વ્હિલર્સનાં વેચાણમાં 22.24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, નિકાસમાં 2 ટકાનો વધારો થયો છે.

ઓગષ્ટમાં કુલ 2,77,432 પેસેન્જર વાહનોનું નિર્માણ થયું છે, જ્યારે ઓગષ્ટ 2018 માં 3,67,094 પેસેન્જર વાહનોનું ઉત્પાદન થયું હતું. જ્યારે ઓગષ્ટમાં ટુ-વ્હીલરનાં ઉત્પાદનમાં 17.08 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વેચાણમાં પણ 22.24 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી ઓગષ્ટ 2019 સુધીમાં વાહનોનાં ઉત્પાદનમાં 12.25 ટકાનો ઘટાડો થયો છે. ઓટો કંપનીઓએ કુલ 1,20,20,944 વાહનોનું ઉત્પાદન કર્યું હતું જ્યારે એપ્રિલ ઓગષ્ટ 2018 માં કુલ 1,36,99,848 વાહનોનું ઉત્પાદન થયું હતું.

પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કારનાં વેચાણમાં 41.09 ટકાનો ઘટાડો થયો છે. ઓગષ્ટ 2019 માં કુલ 1,96,524 પેસેન્જર ગાડીઓનું વેચાણ થયું હતું, જ્યારે જુલાઈ 2018 માં, 2,87,198 વાહનોનું વેચાણ થયું હતું. એપ્રિલથી ઓગષ્ટ 2019 સુધીમાં વાહનોનાં વેચાણમાં 15.89 ટકાનો ઘટાડો થયો હતો, જેમાં પેસેન્જર કારનાં વેચાણમાં 23.54 ટકાનો ઘટાડો થતાં ટુ વ્હીલરનાં વેચાણમાં 14.85 નો ઘટાડો થયો છે. આ સમગ્ર આંકડા બતાવી રહ્યા છે કે ઓટો સેક્ટરમાં મંદીનો કેવો માહોલ છે. ત્યારે આ મંદીથી ઉબારવા માટે સરકારે કોઇ ખાસ નિર્ણયો લેવા પડશે, જો તેમ નહી કરવામાં આવે તો આવતા સમયમાં ઓટો સેક્ટરની હાલત વધુ ખરાબ બને તો નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.