Not Set/ પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી શાળાઓ અને કોલેજો રહેશે બંધ

એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે તેમજ દેશમાં કોરોનાના દૈનિક નવા કેસો ચાલીસ હજારને આંબી ગયા છે, ત્યારે સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર હરકતમાં આવી ગયા છે. વડાપ્રધાન

India Trending

એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે તેમજ દેશમાં કોરોનાના દૈનિક નવા કેસો ચાલીસ હજારને આંબી ગયા છે, ત્યારે સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર હરકતમાં આવી ગયા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્ય સરકારો સાથે બેઠક યોજી અને ટેસ્ટ વધારવા માટે જણાવ્યું હતું તેમ ગમે તેમ કરી અને કોરોના પર કાબૂ મેળવવા માટે આદેશ આપ્યા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કેરળ સહિત પંજાબમાં પણ કોરોનાના વધી રહેલા કેસે રાજ્ય સરકારની ઉંઘ હરામ કરી નાંખી છે. તેની વચ્ચે પંજાબ સરકારે કોરોનાને સંક્રમણને અટકાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

પંજાબ સરકારે કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.સરકારે રાજ્યભરમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે.પ્રાપ્ત ખબર અનુસાર પંજાબના શાળા તેમજ કોલેજો 31મી માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી સ્કૂલો અને કોલેજની પરીક્ષાઓ રદ કરવા માટેની તૈયારી કરી રહી છે.

ગત દિવસોમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ કોરોના થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યના નવ જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યુ બે કલાક વધારવાની સાથે આવનારા દિવસોમાં ઘણા મહત્વના પગલાં ભરવા અને પ્રતિબંધ લગાવવા માટેની ચેતવણી પણ ઉચ્ચારી હતી.

આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમણે કોરોનાનો ફેલાવો રોકવા માટે લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને સફાઈ રાખવા તેમજ સામાજિક અંતર જાળવી રાખવા સહિતના દિશાનિર્દેશોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…