Cricket/ આ બોલર જેણે સચીનની લીધી હતી વિકેટ, પછી મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ

ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર ટિમ બ્રેસનને ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બ્રેસનને 31 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી. બ્રેસનને ઈંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ, 85 ODI અને 34 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

Sports

ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર ટિમ બ્રેસનને ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બ્રેસનને 31 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી. બ્રેસનને ઈંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ, 85 ODI અને 34 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2015 માં રમી હતી.

આ પણ વાંચો – OMG! / ભાજપ નેતાઓથી નારાજ ઈન્સ્પેક્ટરે ચૂંટણી સભામાં આપ્યું રાજીનામું, કહ્યુ- આ લોકો મારું લોહી ચૂસી રહ્યા છે

આપનેે જાણીને નવાઇ લાગશે કે, સચિન તેંડુલકરને તેની કારકિર્દી દરમિયાન એક વખત આઉટ કર્યા બાદ બ્રેસનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. બ્રેસનને પોતે પણ એકવાર આ વાતનો ખુલાસો કર્યો હતો. બ્રેસનને પોડકાસ્ટ શોમાં કહ્યું, ‘તે બોલ, તે બોલ કદાચ લેગ-સ્ટમ્પ મિસ કરી રહ્યો હતો, અને એમ્પાયર રોડ ટકરે તેને આઉટ આપ્યો. તે 80થી વધુ રન (91 રન) માટે રમી રહ્યો હતો, તે મેચમાં તે 100મી સદી ફટકારી શક્યો હોત. અમે શ્રેણી જીતી અને નંબર 1 ટીમ બની ગયા. આ માટે મને અને એમ્પાયરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આ મેચ બાદ અમને બન્નેને ઘણા સમય સુધી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી. થોડા મહિના પછી જ્યારે હું ટકરને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે આ ધમકીઓને કારણે તેણે સુરક્ષા લેવી પડી. આ કિસ્સો 2011ની ઓવલ ટેસ્ટનો છે. સચિન તેંડુલકરે તે સમય સુધીમાં 99 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને જે રીતે તે ઓવલમાં બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને એવું લાગી રહ્યું હતું કે 100મી સદીની રાહ પૂરી થવા જઈ રહી છે, પરંતુ રોડ ટકરનાં ખોટા નિર્ણયે આ થવા દીધું નહીં અને સચિન 91 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો – કિશન ભરવાડ હત્યા કેસ /  કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ? 

સચિને 2012માં બાંગ્લાદેશ સામેની ODIમાં તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર તેંડુલકરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. બ્રેસનનની વાત કરીએ તો તે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે રમતો હતો. તેના ખાતામાં 575 ટેસ્ટ, 871 ODI અને 216 T20 આંતરરાષ્ટ્રીય રન છે. આ સિવાય તેણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 72, 109 અને 24 વિકેટ લીધી છે.