OMG!/ જે દુલ્હન સાથે કરી રહ્યો હતો લગ્ન એ જ નીકળી તેની સગી બહેન, પછી થયું આવું…

ચીનમાં લગ્ન દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં દુલ્હા-દુલ્હન લગ્ન કરી રહ્યા હતા, ત્યારે જ દુલ્હાની માતાની નજર તેની ભાવિ પુત્રવધૂ પર પડી.

Ajab Gajab News

ચીનમાં લગ્ન દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં દુલ્હા-દુલ્હન લગ્ન કરી રહ્યા હતા, ત્યારે જ દુલ્હાની માતાની નજર તેની ભાવિ પુત્રવધૂ પર પડી. હાથ જોઈને માતાના હોશ ઉડી ગયા  અને તે રડવા લાગી. હકીકતમાં, લગ્ન કરી રહેલ દુલ્હન દુલ્હાની બાળપણમાં એક અલગ થઇ ગયેલી બહેન નીકળી. દુલ્હનના હાથ પર બર્થમાર્ક હતો અને તેની માતાએ તેની પુત્રીને જોતા જ તેને ઓળખી લીધી હતી.

આ પણ વાંચો : બેડરુમમાં રોમાન્સ કરતી વખતે ગર્લફ્રેન્ડે યુવકને ટેપ વડે બાંધી દીધો, પછી એવું થયું કે તરત જ…

આ ઘટના ચીનના જિઆનગ્સુ પ્રાંતના સોઝોઉની છે અને લગ્ન 31 માર્ચે થઈ રહ્યા હતા. ચીની મીડિયા અનુસાર દુલ્હનના હાથમાં બનેલા નિશાનને જોઈને માતાએ તેના હાલના માતા-પિતાની પૂછપરછ કરી. એવું જાણવા મળ્યું હતું કે લગભગ 20 વર્ષ પહેલાં દુલ્હનના વર્તમાન માતા-પિતાએ તેને દત્તક લીધી હતી અને આજ સુધી તે એક રહસ્ય જ રહ્યું હતું. દુલ્હનના હાલના માતા-પિતાએ જણાવ્યું કે આ બાળકી તેમને ઘણા વર્ષો પહેલા રસ્તાની બાજુએ મળી આવી હતી.

શું દુલ્હાના થયા લગ્ન?

માતા-પિતાએ જણાવ્યું કે બાળક ત્યારથી તેમની સાથે છે. આ ખુલાસા પછી દુલ્હન લગ્નને લઈને ખૂબ ખુશ દેખાઈ હતી. દુલ્હન તેના જૈવિક માતા-પિતા વિશે વધુ જાણવા માટે ઉત્સાહિત થાય છે. દુલ્હને કહ્યું કે લગ્નના દિવસે આ તક તેના માટે ખુશ કરતાં વધુ છે. જોકે, લગ્નજીવનમાં નવો વળાંક એવા સમયે આવ્યો જ્યારે લગ્ન પર કોઈ રોક ન હતી.

આ પણ વાંચો :સાત્વિક ખેતીઃ નજીવો ખર્ચ, શુદ્ધ ધાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હાને પણ દત્તક લેવામાં આવ્યો હતો અને દુલ્હનની વાસ્તવિક માતાને પણ આ લગ્નમાં કોઈ વાંધો નહોતો. સ્થાનિક મીડિયા અનુસાર, લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે દુલ્હનની વાસ્તવિક માતાને તેની પુત્રી મળી ન હતી ત્યારે તેણે એક બાળકને દત્તક લીધું હતું. હવે તેની અસલી પુત્રીના લગ્ન આ બાળક સાથે થયા છે. દુલ્હનની અસલી માતાએ જણાવ્યું કે તે ઘણાં વર્ષોથી તેની પુત્રીની શોધ કરી હતી, પરંતુ તે શોધી શકી નહીં. આ લગ્નમાં આવેલા મહેમાનોએ માતા પુત્રીને ડબલ સુખ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :મૃત શખ્સના અંગદાન કરવાની તૈયારી ચાલી રહી હતી અને અચાનક જ થઇ ગયો ઉભો, જાણો શું છે મામલો