Gujarat News : દિવાળીના તહેવારો આવી પહોંચ્યા છે.. દરેક ઘરમાં દિવાળીના નાસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.. પરંતુ જે રીતે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે તેને લઇને મધ્યમ વર્ગીય પરિવારોએ દિવાળીના નાસ્તા જેને તેઓ ઘરે તેલની મદદથી તૈયાર કરતા હોય છે તેમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં 15 લીટરના ડબ્બામાં 500થી લઈને 1000 રૂપિયા સુધીનો વધારો થયો છે.. કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા છે. ખાસ તો સરકારે 30 ટકા જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં વધારો થયો છે.
દિવાળીના તહેવારો સમયે દરેક ઘરમાં નાસ્તા બનાવવા માટે તેલની જરૂર પડતી હોય છે ત્યારે આટલું મોઘું તેલ કેમ લેવું તે દરેક મધ્યમવર્ગીય ગૃહીણીને પજવતો પ્રશ્ન બન્યો છે.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન